તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ 9માં વેક્સિનેશન કેમ્પ યોજાયો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રજિસ્ટ્રેશન કરાવી ન શકનાર શ્રમજીવી પરિવાર માટે ખાસ આયોજન

અંકલેશ્વર નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગ ના સહયોગ થી પાલિકા ડિસ્પેન્સરી કમિટી દ્વારા પાલિકા વોર્ડ નંબર 9માં વેક્સીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ માં બી.આર.સી. ભવન ખાતે સ્થળ પર જ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી વેક્સીન આપી હતી. ખાસ કરી આ વિસ્તારના શ્રમજીવી પરિવાર માટે યોજેેલ વેક્સીન કેમ્પમાં મોટી સંખ્યા સ્થાનિક રહીશોએ લાભ લીધો હતો.

જેમાં વેક્સીનના પ્રથમ તેમજ બીજા ડોઝ પણ મૂકી આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યું હતું કે પાલિકા વિસ્તારમાં ખાસ કરી શ્રમજીવી પરિવાર જેવો ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરી શકતા નથી અને વેક્સીનથી વંચિત રહી ગયા છે તેના માટે વોર્ડ નંબર 9માં બી.આર.સી ભવન ખાતે આજે વેક્સીન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ સ્થાનિક શ્રમિક જનતા એ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...