સૂચન:કેમિકલ વેસ્ટ નિકાલની કામગરી બંધ કરવા તાકીદ

અંક્લેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેમિકલ વેસ્ટ ખાડામાં પૂરાતા જીપીસીબીની કાર્યવાહી

C” પમ્પીંગ સ્ટેશન માંથી નીકળતા કેમિકલ વેસ્ટ ને ખાડાઓ ખોદી તેમાં નાખવાની ફરિયાદ પગલે જીપીસીબી અંકલેશ્વર તરફથી નોટિફાઇડ વિભાગને આ કામગીરી બંધ કરવાની સૂચના આપી.

અંકલેશ્વર નોટિફાઇડ વિભાગ દ્વારા C પમ્પીંગ સ્ટેશનમાંથી નીકળતું કેમિકલ વેસ્ટ ખાડાઓ ખોદી તેમાં નાખવાનું કૃત્ય બંધ ન કરાતા ગાંધીનગર જીપીસીબીની વડી કચેરીએ રજૂઆતથી સ્થાનિક અધિકારીઓ દોડતા થયા હતા.

અંકલેશ્વર નોટિફાઇડ વિભાગ દ્વારા પ્રી-મોન્સુન કામગીરી ના નામે “C” પમ્પીંગ સ્ટેશન માંથી નીકળતા કેમિકલ વેસ્ટ ને ખાડાઓ ખોદી તેમાં નાખવાની ફરિયાદ ગુરુવારે સ્થાનિક સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. જે ફરિયાદ બાદ જીપીસીબી એ સ્થળ મુલાકાત કરી રીપોર્ટ બનાવી ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો.

પ્રકૃતિ સુરક્ષા મંડળ ની ટીમેં શુક્રવારે ફરી સ્થળ મુલાકાત કરતા પ્લાસ્ટિક પાથરવાનું ઢોંગ કરવામાં આવ્યું હતું. આ પાથરેલ પ્લાસ્ટિક માંથી કેમિકલ ભૂગર્ભ માં જતા અટકાવી શકાય એમ ના હતા. આ કાર્ય ફક્ત દેખાવ ખાતર જ કરવામાં આવ્યું હતું અને વધુ એક ખાડો ખોદી આ કાર્યવાહી ચાલુ જણાતા ફરી વખત વડી કચેરી ગાંધીનગર ના મેમ્બર સેક્રેટરી ને ટેલીફોનીક જાણકારી આપી હતી. જેને પગલે જીપીસીબી અંકલેશ્વર તરફથી નોટિફાઇડ વિભાગને આ કામગીરી બંધ કરવાની સૂચના આપતા આ કામગીરી બંધ થયેલ છે. આ કામ નાં જવાબદાર અધિકારીઓ સામે દંડિત કાર્યવાહી થાય એવી માંગણી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...