વિરોધ પ્રદર્શન:અંકલેશ્વરમાં કંપનીએ પગાર નહી ચુકવતા 40 કામદારોનો હોબાળો

અંકલેશ્વર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાંઈનાથ એન્ટરપ્રાઇઝની બહાર કર્મચારીઓ એકત્ર થયા હતા. - Divya Bhaskar
સાંઈનાથ એન્ટરપ્રાઇઝની બહાર કર્મચારીઓ એકત્ર થયા હતા.
  • બે મહિનાથી વેતન નહિ મળતાં રોષની લાગણી સાથે વિરોધ પ્રદર્શન

અંકલેશ્વરમાં શ્રી સાંઈનાથ એન્ટરપ્રાઇઝિસ માં કામદારો ધામા નાખ્યા હતા. 40 થી વધુ કામદારો છેલ્લા 12 કલાક થી ઓફિસ અડિંગો જમાવ્યો હતો. કર્મચારીઓ એ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. કમર્ચારીઓને પગાર માટે ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. નામાંકિત કંપની નો કોન્ટ્રાક્ટ પર કામ કરતી શ્રી સાંઈ નાથ એન્ટરપ્રાઇસેસ માં નોકરી કરતા હતા. છેલ્લા 2 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યા નથી. અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સિલ્વર પ્લાઝા કોમ્પલેક્ષ માં શ્રી સાઈનાથ એન્ટરપ્રાઇઝ નામક કોન્ટ્રાક્ટર છેલ્લા 2 મહિના પગાર ન ચૂકવવા કર્મચારી ઓફિસમાં જ રાત વાસો ગુજારો પડ્યો હતો.

વાપી -સેલવાસ થી 40 જેટલા કર્મચારીઓ પગાર ન આપતા ઓફિસ ખાતે ધસી આવ્યા હતા. નોંધો ઘટે છે કે શ્રી સાઈનાથ એન્ટરપ્રાઇઝ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે નામાંકિત મોટી કંપનીનો કોન્ટ્રાક્ટ ધરાવે છે પગારના મુદ્દે વારંવાર શ્રી સાઈનાથ ની ઓફિસે લોકો પગાર માટે ધર્મ ધક્કા ખાતા હોય છે

કર્મચારી રાકેશ પાંડે એ જણાવ્યું હતું કે અમને લોકોને સેલવાસ થી રાત્રે કાઢી મૂકવામાં આવ્યા હતા બે દિવસથી આવ્યા છતાં પણ ઓફિસના કર્મચારીઓ યોગ્ય પગાર માટે યોગ્ય જવાબ ના આપતા નથી.જો કે શ્રી સાઈનાથ એન્ટરપ્રાઇઝ ના સંચાલક મિશ્રા આવી જતા તેઓએ કર્મચારી બોલાવીને પગાર આપવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...