શિક્ષણયજ્ઞ:યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેેનેબલ ટેકનોલોજી દ્વારા 400 બાળકોને નોટબૂક-કોવિડ કિટ અપાઈ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ટેક્નોલોજી યુનિવર્સિટી દ્વારા ગ્રીન ઓસીવી યોજાઈ

વાલિયાના વટારિયા સ્થિત UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે ઓ.સી.વી.નું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ગ્રીન ઓ.સી.વી યોજાઈ હતી. તે પૂર્વે વાલિયા સ્થિત જય માતાજી વિદ્યામંદિર ખાતે 400 બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંતોષ પ્રધાન અને આસિસ્ટન્ટ ગવર્નર અનીતા કોઠારી કાર્યક્રમ યોજાયો.યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્તેનબિલિટી ટેકનોલોજી ખાતે સોમવારના રોજ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ગ્રીનની OCVનું આયોજન કરવામાં આવ્યું હતું . ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંતોષ પ્રધાન અને આસિસ્ટન્ટ ગવર્નર અનીતા કોઠારી હાજર રહ્યા હતા.

ઉપરાંત પ્રોવોસ્ટ RECAના પ્રેસિડેન્ટ ઓમપ્રકાશ મહાવડે અને તેમની ટીમના સભ્યો દ્વારા DG, ADG,નું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંજિલ ચાહે કિતની ભી દૂર કયું ન હો, પર રાસ્તે તો હમારે પેર કે નીચે સે હી જાતે હૈ આ વાક્ય રચના થી DG સંતોષ પ્રધાને રોટરેક્ટ ના સભ્યોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત કોરોના કાળમાં ત્રીજી લહેરનો શિકાર વિધાર્થીઓના બને તે હેતુથી માસ્ક અને સેનેટાઈઝરનુ વિતરણ કરાયું હતું. યુ પી એલ યુનિવર્સિટી વેક્સીન આપવા પરિશ્રમ કરી રહેલા ડોક્ટર અને ટીમના સભ્યોનું સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...