તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:અંકલેશ્વરમાં યુપીએલ યુનિ.ઓફ સસ્ટેઇનેબલ ટેકનોલોજી સ્થપાશે

અંકલેશ્વર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજ્ય સરકારે ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક પસાર કર્યું

અંકલેશ્વર અને ઝઘડિયા કાર્યરત યુપીએલ ગ્રુપ દ્વારા અંકલેશ્વર વટારીયા ખાતે કાર્યરત એસઆરઆઈસી કોલેજ સંકુલ ખાતે યુપીએલ ગ્રૂપ યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેઇનેબલ ટેકનોલોજીની સ્થાપના માટે રાજ્ય સરકારમાં માગણી કરી હતી અને જરૂરી કાર્યવાહી કરાઇ હતી. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગત રોજ ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક 2021ના મુકવામાં આવ્યું હતું. જેને મંજૂરી મળી હતી જે વિધેયક હવે રાજ્યપાલ સમક્ષ મોકલાયું છે. જેમની આખરી મંજૂરી મળતા જ અંકલેશ્વર સહીત રાજ્યમાં 7 નવી ખાનગી યુનિવર્સિટીને માન્યતા મળશે.

અંકલેશ્વર ખાતે કાર્યરત થનાર યુપીએલ ગ્રૂપના ડાયરેક્ટર અશોક પજવણીએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાની ઇન્ડસ્ટ્રીઝને ધ્યાને લઇ અહીં ઉદ્યોગોમાં જરૂરિયાત સ્કિલ કામદારો, મેનેજમેન્ટના કોર્ષ, સ્કિલ ડેવલપમેન્ટ, એન્વાયરન્મેન્ટ, સહીત ઇન્ડસ્ટ્રીઝને અનુરૂપ યુનિવર્સટીના અભ્યાસક્રમ અને પુસ્તકો હશે. નવો જ સિલેબસ સાથે યુનિવર્સિટી સિલેબસ તૈયાર કરી અભ્યાક્રમ મુજબ ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન, કોલેજ સિલેબસ શરુ કરશે. રાજ્યપાલની મજૂરી મળતા જ આ યુનિવર્સિટી ચાલુ થશે.ટૂંકમાં જ અેને વિધિવત મંજૂરી મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો