ભાસ્કર વિશેષ:UPLકંપનીએ સૂકા પાંદડા-ડાળીમાંથી ખાતર પ્લાન્ટ શરૂ કર્યો

અંકલેશ્વર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા વૃક્ષો પરથી પડતા સૂકા પાંદડા તેમજ ડાળીઓનો ખાતર તરીકે ઉપયોગ થશે

અંકલેશ્વર ની યુપીએલ કંપની એ વૃક્ષો ના સૂકા પાંદડા તેમજ ડાળીઓ માંથી કમ્પોઝ ખાતર પ્લાન્ટ શરુ કર્યો છે. કંપની ના યુનિટ -1 માં આ નવતર અભિગમ અપનાવ્યો છે. સામાન્ય રીતે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કેમિકલ ઝોન માં કેમિકલ બનાવતી ફેકટરીઓ માટે પોતા ના કમ્પાઉન્ડ માં ફરજિયાત વૃક્ષો ઉછેરવા જરૂરી હોય છે

જ્યાં ફેક્ટરી માલિકોએ ઉછેરેલા વૃક્ષો ના સૂકા પાંદડા તેમજ ડાળીઓ નો નિકાલ સાથે કેન્ટીન માં વધેલા ખોરાક તેમજ કેન્ટીન ના પાણી નો નિકાલ પણ માથા નો દુખાવો બનતો હોય છે ત્યારે અંકલેશ્વર ની યુપીએલ યુનિટ 1 કંપનીએ પોતાના પ્રાંગણ માં ઉછેરેલા વૃક્ષના પાંદડા તેમજ સુકાયેલ ડાળીઓ તેમજ કેન્ટીન વેસ્ટ માંથી કમ્પોઝ ખાતર બનાવવા નો પ્લાન નાંખી ખાતર બનાવવા નું શરૂ કર્યું છે સૌ પ્રથમ વૃક્ષો ઉપર થી પડતા સૂકા પાંદડા અને સૂકી ડાળી ઓ ને વણાવી ને એક જગ્યા સંગ્રહ કરી તેમાં પાણી નો છટકાવ કરવામાં આવે છે.

ત્યાર બાદ મશીન માં પ્રોસેશ કરી તેનું ખાતર બનાવવામાં આવે છે સાથે પ્રાંગણ માં વૃક્ષો ઉપરથી પડતી સૂકી ડાળીઓ ને ભેગી કરી તેને મશીન નાખી ભૂકો કરી ખાતર બનાવવામાં આવે છે ત્યાર બાદ કંપની માં બનાવેલ નર્સરી માં ફૂલ ઝાડ માં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને કંપની દ્વારા પર્યાવરણમાં ફેક્ટરી થી ઉદ્ભવતા વાયુ રોકવાનો અનુકરણીય પ્રયાસ કર્યો છે.

પર્યાવરણ જતન માટે પ્રયાસ છે
અમારા યુનિટ 1માં અમે વૃક્ષો માંથી પડતા પાંદડા તેમજ સુકાયેલ ડાળીઓને સાથે કેન્ટીન માં ઉદભવતા ખાદ્ય સામગ્રી ના વેસ્ટ પ્રોસેસ નિકાલ નહિ કરી અમે તેમાંથી ખાતર બનાવવા ની શરૂઆત કરી છે. કંપની ખાતે અલગ હોટી ક્લચર વેર હાઉસ ઉભું કર્યું છે જેમાં ખાતર બને છે અને તે ખાતર અમારી યુપીએલ ગ્રુપ ની દરેક કંપની માં ગાર્ડનિંગ માટે મોકલ્યે છે. - મુકેશ રાણા, એચ.આર. મેનેજર, અંકલેશ્વર.

કુદરતી ખાતર બનાવી પર્યાવરણના જતનનો પ્રયાસ
કંપનીએ પોતાના પ્રાંગણમાં ઉછેરેલા વૃક્ષના પાંદડા તેમજ સુકાયેલી ડાળી તેમજ કેન્ટીન વેસ્ટમાંથી કમ્પોઝ ખાતર બનાવાય છે. પ્રથમ વૃક્ષોના સૂકા પાંદડા અને ડાળી ઓને એકત્ર કરીને એક જગ્યાએ સંગ્રહ કરી તેમાં પાણીનો છંટકાવ કરાઇ છે ત્યાર બાદ મશીનમાં પ્રોસેસ કરી તેનું ખાતર બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ કંપની તેમજ અન્ય યુનિટોમાં પેક કરી મોકલી ગાર્ડનિંગ માટે કરાઇ છે. - ભીખુભાઇ ઠાકોર, હોટી કલ્ચર ડિપાર્ટમેન્ટ.

અન્ય સમાચારો પણ છે...