વાતાવરણમાં પલટો:અંકલેશ્વરમાં કમોસમી વરસાદ, પંથકમાં હવે ફરી ઠંડીનું જોર વધશે

અંકલેશ્વર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લાં બે દિવસથી વાતાવરણમાં પલટો, કપાસના પાકને નુકશાનની શક્યતા

અંકલેશ્વર પંથકમાં બુધવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જેના પગલે ગુરુવારે બપોરે વાદળછાયા વાતાવરણ વચ્ચે કારતકમાં અચાનક કમોસમી વરસાદ પડતા ખેડૂતો અને લગ્નના આયોજકો ચિંતાતુર બની ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાંતો દ્વારા અગાઉથી કમોસમી વરસાદની આગાહી કરી હતી.ત્યારે છેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પણ પલ્ટો જોવા મળ્યો છે. ઠંડીની સાથે સાથે દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર તાલુકામાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે.

વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન ખાતાની વરસાદ ની આગાહી સત્ય ઠરી હતી. બપોરના અરસામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. શિયાળાના પ્રારંભે જ કમોસમી વરસાદને લઈ ખેડૂતો અને લગ્નસરના આયોજકો તેમજ યજમાનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ અગાઉ પણ ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. અગાઉ ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હતું.તેમજ હવા પ્રદૂષણ અને પાછોતરા વરસાદમાં ખેડૂતોને ફટકો પડયો હતો. હવે કમોસમી વરસાદને લઈ ઘઉં કપાસ,તુવેર સહિતનો શિયાળુ પાક ને નુકશાન ની શક્યતા થી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...