ભરૂચમાં કમોસમી વરસાદ ધરતીપુત્રો માટે ચિંતાનું કારણ બન્યા છે જ્યાં ખેતરમાં ઘઉંનો ઉભો પાક લહેરાતો હતો અને કાપણી માટેની તૈયારી ખેડૂતો કરી રહ્યા હતાં ત્યારે જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યા હતાં. અંકલેશ્વર તાલુકામાં ખેડૂતો એ ઘઉંનું વાવેતર કર્યું છે અને સ્વચ્છ અને સારા વાતાવરણમાં ઘઉં નો મબલખ પાક થાય તેવી આશા સેવી હતી પરંતુ એક જ મહિનામાં બે વખત વાવઝોડુ અને કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે.
ઘઉંના તૈયાર થયેલા પાકની કાપણી અને લેવાની તૈયારી જ્યા ખેડૂતો કરી રહ્યા હતા,ત્યાં જ કુદરતી આફતો ખેડૂતો ની બધી જ ગણતરી ઉંધી વાળી દીધી છે. નાંગલના કેશવભાઇ પટેલે જણાવ્યું હતું કે, મોટા ભાગના ખેડૂતોના ઘઉં નો લહેરાતો ઉભો પાક ભોંય ભેગી થઇ જતાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે મબલખ પાક ની આશા સેવી ને બેઠેલા ખેડૂતો કુદરતનો કહેર સામે લાચાર બન્યા છે,અને સરકાર પાસે સહાય ની અપેક્ષા રાખી રહ્યા છે .
પાકની કાપણી કરવી મુશ્કેલ બની
હવે આ પાકની કાપણી કરવી મુશ્કેલ બની છે અને કાપણી કરીને સાફ કરીને વેચવામાં આવે તો પણ ઘઉં તેનું પોષણ અને ગુણવત્તા ગુમાવી દે છે.ચાલુ વર્ષે એક જ સપ્તાહમાં બે વખત વાતાવરણમાં પલટો આવતાં નુકશાની વેઠવી પડે તેમ છે જેથી સરકાર કઇ વિચારે તેવી માગ છે . - ભદ્રેશ પટેલ- ખેડૂત -નાંગલ .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.