તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રથમ પહેલ:કોરોના સંક્રમિત શિક્ષકો, વાલી અને ડિપ્રેશનમાં ગયેલા બાળકોને નિષ્ણાંતોની અનલિમિટેડ પોઝિટિવ એનર્જી

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોઝિટિવ ઊર્જાથી શિક્ષણ અને સમાજને કોરોના સામે લડવામાં મક્કમ બનવવાનો નિર્ધાર. - Divya Bhaskar
પોઝિટિવ ઊર્જાથી શિક્ષણ અને સમાજને કોરોના સામે લડવામાં મક્કમ બનવવાનો નિર્ધાર.
  • અંકલેશ્વરના BRC ભવનમાં હમ હોંગે કામયાબ કાઉન્સેલિંગ સેન્ટર

રાજ્યની પ્રથમ પહેલ રૂપે અંકલેશ્વરમાં કોરોના સંક્રમિત બનેલા શિક્ષક, વાલી તેમજ ડિપ્રેસન માં ગયેલા વિદ્યાર્થીઓ માટે કાઉન્સીલીંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. અંકલેશ્વર બી.આર.સી. ભવન ખાતે “ હમ હોંગે કામિયાબ “ પોઝેટિવી અનલિમિટેડ “ કાઉન્સીલીંગ સેન્ટર ઉભું કરાયું છે. મનોચિકિત્સક તબીબો અને કોરોનાને હરાવીને આવેલા શિક્ષક માર્ગદર્શન આપી રહ્યા છે. અત્યાર સુધી 1925 લોકોએ લાભ લીધો છે. માર્ગદર્શન ઉપરાંત વિડ્યો ક્લિપ અને ઓડિયો ક્લિપ થકી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. પોઝિટિવ ઊર્જ થી શિક્ષણ અને સમાજને કોરોના સામે લડવામાં મક્કમ બનવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

જીવનમાં પોઝિટિવિટી વ્યક્તિને ગમેતે સ્થિતિમાં ટકાવી રાખે છે. જીવનના જંગ સામે ઝઝૂમી રહેલા માણસોની સાથે પ્રેમ અને લાગણીથી વાતચીત કરી તેમને આત્મ વિશ્વાસ, હિંમત અને પોઝેટિવિટીમાં વધારો કરીને પણ મદદ કરી શકાય છે. તેવા જ ઉદ્દેશ્યથી અંકલેશ્વરના બીઆરસી કો.ઓર્ડિનેટરની ટીમ દ્વારા “ હમ હોંગે કામિયાબ અને “ પોઝેટિવી અનલિમિટેડ “ કાઉન્સીલીંગ સેન્ટરની શરૂઆત કરી છ. લાગણી, હૂંફ, પ્રેમ ભર્યા શબ્દોરૂપી મેડિશનથી કોરોનાના દર્દીઓના જીવનમાં આશાના કિરણોનો સંચાર કરી રહ્યાં છે. જેમાં ભરૂચના મનસા કાઉન્સેલિંગ સેન્ટરના મનોચિકિત્સક ડૉ. સાજીદ ડે, તેમની ટીમના ડૉ. અક્ષય ચૌહાણ, ડૉ.કાજોલ પરમાર, ડૉ મંજુન પઠાણ સેવા આપી રહ્યા છે.

કોરોનાને હરાવવા એકમાત્ર નકારાત્મક્તા દૂર કરવી જરૂરી
કોરોનાને હરવા માટે સૌ પ્રથમ વાસ્તવિક પરિસ્થિતિ નો સ્વીકાર કરવો પડશે મહામારી છે છે તેનો સ્વીકાર કરી સૌ પ્રથમ તેના પ્રત્યે આવતા નેગેટિવ ઉર્જા રૂપી માહિતી થી દૂર રહેવું જોઈએ અને તેને જોવું કે જાણવું ટાળવું જોઈએ. ત્યારબાદ તમારી જેમાં સૌથી વધુ રુચિ હોય તેવા કાર્યમાં પરોવાઈ જવું જોઈએ અને લોકો ને મદદ કરવી જોઈએ એટ્લુજ નહિ કોઈ મદદ માંગે તો મદદ પણ કરાવી જોઈએ જેવા અનેક વિચારો વડે કાઉન્સિંલિગ કરી ઓનલાઇન માર્ગદર્શન આપી કે વિડ્યો વડે તેમને સમજણ આપવામાં આવી રહી છે.> ડૉ સાજીદ ડે , મનસા કાઉંસીલીગ સેન્ટર ભરૂચ.

ફોન અને વીડિયો કોલથી કાઉન્સેલિંગ કરતા હકારાત્મકતા વધી
કોરોના સંક્રમિત શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને નિયમિત ફોન, વિડીયો કોલ દ્વારા કાઉન્સેલિંગ કરતા ધીમે ધીમે તેમનામાં આત્મ વિશ્વાસ અને હકારત્મકતામાં વધારો જોવા મળ્યો હતો. કેટલાક ક્રિટિકિલ કેશોમાં કાઉન્સિંલિગમાં સારા પરિણામો મળ્યા છે.> આમીન પઠાણ, બીઆરસી કો.ઓपર્ડીનેટર, અંકલેશ્વર.

અન્ય સમાચારો પણ છે...