તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ભરૂચ બાઈસીકલ ક્લબના સભ્યો દ્વારા શિક્ષક દિનની અનોખી ઉજવણી, 32 કિમી સાયકલિંગ

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ આઇનોક્સથી હિગોલા સુધી 7 વર્ષથી લઇ 65 વર્ષના સાયકલિસ્ટો જોડાયાં
  • કોરોનાકાળમાં પણ શિક્ષકોએ પોતાની ફરજ નિભાવવામાં પાછા નહીં ફરતાં તેમને બિરદાવ્યાં

ભરૂચ બાઈસીકલ ક્લબ દ્વારા શિક્ષક દિન અનોખી ઉજવણી કરી હતી. ભરૂચ આઇનોક્સથી હિગોલા સુધીની 32 કિમીની રાઈડ યોજવામાં આવી હતી. 7 વર્ષ થી લઇ 65 વર્ષના વડીલ સાયકલિસ્ટ ઓ પણ ભાગ લીધો હતો. શિક્ષકોની કામગીરી સાહસવૃત્તિ સાથે જોડી બિરદાવી હતી. 5 સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા ભરૂચ આઈનોકસથી હીગોલા સુધી 32 કિમી. ની સાયકલ રાઈડ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં 7 વર્ષના બાળકો થી લઈને 65 વર્ષ સુધી ના સાયકલિસ્ટ ભાગ લઇ સાયકલ રાઈડ ને સફળ બનાવી હતી. જેમાં ભરૂચ ના સંજયભાઈ બેનિવાલ, રાજવીર સિંહ, મહેશ ભાઈ ડોડિયા, હિનાબેન ડોડીયા, આયુષ ડોડીયા, નિલેશ ચૌહાણ, શ્વેતા વ્યાસ, કરિશ્મા મિસ્ત્રી વગેરે હાજર રહ્યા હતા અને શિક્ષક ને કોરોના કાળમાં પણ આપેલી શૈક્ષણિક સેવા ને બિરદાવી તેમની આ તબક્કે વિશેષ અભિવાદન સાયકલ રાઈડ યોજી પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...