સુવિધામાં વધારો:સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં નવા ત્રણ હાઇડ્રોલિક ટેમ્પો ફરતા થશે

અંકલેશ્વર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારે 20 લાખ રૂપિયા ફાળવતા પાલિકા પ્રમુખે ટેમ્પોનું પ્રસ્થાન કરાવ્યું

અંકલેશ્વર નગરપાલિકાને રાજ્ય સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 20 લાખના ખર્ચે ત્રણ હાઇડ્રોલીક ટેમ્પા ફાળવવામાં આવ્યા હતા જે ટેમ્પાનું નગરપાલિકાના પ્રમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ગુજરાત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકાઓને સફાઈના સાધનોની ફાળવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વર શહેરને સ્વચ્છ સુંદર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 20 લાખના ખર્ચે અંકલેશ્વર નગરપાલિકાને ત્રણ હાઇડ્રોલીક ટેમ્પા ફાળવવામાં આવ્યા છે.

જેનું શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ત્રણ ટેમ્પાનું નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઈ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ સહીત પાલિકા અધિકારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શહેરીજનો ને પણ સ્વચ્છતા અંગે સહભાગી બને અને કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરે. તેવી અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...