અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે સર્વિસ રોડ પર વાહનોની સંખ્યા વધી જતાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. વાલિયા તરફથી આવતાં વાહનો, અંકલેશ્વર શહેરમાંથી વાલિયા તરફ જતાં વાહનો અને હાઇવે પરથી બ્રિજ ચઢવાના બદલે સર્વિસ રોડ પર આવતાં વાહનોથી વાલિયા ચોકડીએ ચકકાજામ થઇ જાય છે.
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ વાલિયા ચોકડી અંકલેશ્વરને વાલિયા- નેત્રંગ મહારાષ્ટ્ર ને જોડાતા સ્ટેટ હાઇવે ને જોડતો માર્ગ હોવાની સાથે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસેટ ને અડીને પસાર થતો અત્યંત વ્યસ્ત માર્ગ છે. વાલિયા ચોકડી પર છાશવારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે.
ખાસ કરીને પીક અવર્સમાં અહીં વાહનોની કતાર જામતી હોય છે. ત્યારે મંગળવાર ના રોજ પુનઃ અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો. જ્યાં નોકરી પર પરત ધરે જતા વાહનચાલકો અને હાઇવે નો ટ્રાફિક એકદમ વધતા ચોકડી પર ચક્કા જામ સર્જાયો હતો. જેને લઇ ત્રાફિક પોલીસ ને એક તબક્કે ત્રાફિક હળવો કરવો પણ મુશ્કેલ બન્યા હતા.
ચોકડી નજીક બસ ડેપો તેમજ ચોકડી પર લક્ઝરી બસ નું સાંજ ના સમયે આવાગમન વધતા અતિવ્યસ્ત વાલિયા ચોકડી પર છાશવારે ટ્રાફિક સર્જાય રહ્યો છે. જેને લઇ સ્થાનિક વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન બની ઉઠ્યા છે. પોલીસ તંત્ર દ્વારા પીક અવર્સમાં અહીં ટ્રાફિક હળવો કરવા માટે વિશેષ એક્શન પ્લાન બનાવે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.