ફરિયાદ:ભાદી ગામે ખેતરમાં બિન અધિકૃત રીતે વીજ જોડાણ કરતા અટકાવતા હુમલો

અંકલેશ્વર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે મહિલા સહિત 3 જણાને ઇજા: તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ

અંકલેશ્વર ભાદી ગામે વીજ પુરવઠા ને લઈ ઢીંગાણુ સર્જાયું હતું. ખેતર માં બિન અધિકૃત રીતે વીજ જોડાણ કરતા અટકાવતા હુમલો કરાયો હતો. 2 મહિલા સહીત 3 થી વધુ ને ઇજા પહોંચી હતી. તાલુકા પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કરી તપાસ આરંભી હતી. ઈજાગ્રસ્ત મહિલા જયાબહેન મોદી માં સારવાર હેઠળ છે.

ભાદી ગામ ખાતે રહેતા શોએબ મહંમદ સીદાત ગામની ઇલેક્ટ્રિકલ ડીપી ઉપર થી લાઈન બંધ કરી તેના ખેતરમાં ઇલેટ્રીકલ લાઈન ખેંચાતા હતા જે અંગે ઉસ્માનના પુત્ર સુલેમાન એ સોયેબ લાઈટ ચાલુ કરવા અંગે કહેવા જતા લાઈટ ચાલુ થશે નહિ અને તમારી થી થાય એ કરી લો કહી ધમકી આપી હતી.

આ અંગે જી.ઈ.સબી કર્મચારીઓ આવી જતા શોએબ અહમદ સીદાતની ગામની ડી.પી સાથે જોડેલા વીજ તાર કાપી નાખ્યા હતા તેની રીસ રાખી ઉસ્માનભાઈ તેઓના તબેલા ઉપર થી ધરે આવતા હતા ત્યારે ફારૂક સીદાત, મહંમદ મુસ્તાક સરીગત , સિરાજ સીદાત, શોએબ અહમદ સીદાત, અયુબ સીદાત, સમીર સીદાત એ મારક હથિયારો વડે હુમલો કર્યો હતો.

ઉસ્માન ભાઈ ધમકી આપી લોખંડના પાઇપ વડે સપાટા માર્યો હતો તો વચ્ચે પહેલા ઝેબુનબેન તેમજ અનીસા બેન ને પણ માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો ઝેબુનબેન દ્વારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તમામ 6 ઈસમો વિરુદ્ધ રાયોટીંગનો ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...