જાહેરાત:ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ મેઈન્ટેનન્સ માટે 30 દિનું શટડાઉન લેતા પાણી બંધ રહેશે

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નહેર વિભાગ દ્વારા હાલમાં રોટેશન મુજબ પાણી વિતરણ - Divya Bhaskar
નહેર વિભાગ દ્વારા હાલમાં રોટેશન મુજબ પાણી વિતરણ
  • 25 ડિસેમ્બરથી 24 જાન્યુઆરી સુધી નહેર બંધ, તમામ વિભાગ જરૂરિયાત મુજબ પાણી કાપ મૂકી શકે
  • અંકલેશ્વર-પાનોલી નોટીફાઈડ અને નગર પાલિકા વિસ્તારમાં 30 દિવસ ચાલે તેટલા પાણીનું​​​​​​​ સ્ટોરેજ કર્યું

ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગે મેન્ટેનન્સ માટે 30 દિવસનું શટડાઉન લેતા હવે નહેર બંધ રહેશે. 25 ડિસેમ્બરથી 24 જાન્યુઆરી સુધી ઉકાઈ જમણા કાંઠા નહેર બંધ રહેતા અંકલેશ્વર-પાનોલી નોટીફાઈડ અને પાલિકાએ 30 દિવસ ચાલે તેટલા પાણીનો સ્ટોરેજ કર્યો છે. પાણીનો જથ્થો અને જરૂરિયાત મુજબ પાણી કાપ તમામ વિભાગો મૂકી શકે છે.

પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા આગામી 25 ડિસેમ્બર થી 24 જાન્યુઆરી સુધી 30 દિવસીય મેન્ટેન્સ ને લઇ શટડાઉન લઇ રહ્યું છે. તેને લઇ અંકલેશ્વર - હાંસોટ તાલુકા ના 30 દિવસ સુધી ઉકાઈ જમણા કાંઠા ની નહેર બંધ રહેશે. એ પૂર્વે અંકલેશ્વર-હાંસોટ ના તમામ ખેડૂતો રોટેશન પોલિસી મુજબ સિંચાઈનું પાણી મળી રહે ખાસ કરી શેરડી પકવતા ખેડૂતો પિયત નું પાણી મળી રહે તે પ્રમાણે હાલ પાણી આપવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ એ પૂર્વે આગોતરું આયોજનના ભાગ રૂપે 30 દિવસના પાણી સ્ટોરેજ ક્ષમતા આધારે પાણી જથ્થો સ્ટોર કર્યો છે. તેમજ 25 પાણી ના બોર પણ રિચાર્જ છે. અંકલેશ્વર શહેર નગરપાલિકામાં 30 દિવસ જયારે નોટીફાઈડ જીઆઇડીસી 30 અને પાનોલી જીઆઇડીસી 45 દિવસ સુધી ચાલે એટલા પાણી સ્ટોરેજ ક્ષમતા છે. નહેર 30 દિવસ કરતા વધુ બંધ રહેશે તો સમસ્યા સર્જાઈ શકે છે. છતાં સ્થિતિ અને સંજોગો આધારે પાણીનો જથ્થો અને જરૂરિયાત મુજબ પાણી કાપ તમામ વિભાગ મૂકી શકે છે. પ્રાથમિક 30 દિવસ સુધી પાણી કપ નહિવત હોઈ શકે છે.

તમામને પૂરતું પાણી આપી દેવામાં આવ્યું છે
આગામી 25 ડિસેમ્બર થી 24 જાન્યુઆરી મેન્ટેન્સ ને લઇ 30 માટે નહેર બંધ રહેવાની છે જેને લઇ ખેડૂત વર્ગ, નોટીફાઈડ વિભાગ તેમજ પાલિકાને તેમની જરૂરિયાત મુજબ નો પાણી નો જથ્થો આપવામાં આવી રહ્યો છે. તમામ ને પૂરતું પાણી આપી દેવામાં આવ્યું છે. > જે. સી.ચૌધરી, કાર્યપાલક ઈજનેર ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ.

નહેર બંધ રહેવા છતાં પાણી કાપ ન મૂકવો પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે
અંકલેશ્વર નગરપાલિકાની 1 લાખ જનતાને રોજના 1 કરોડ લિટર પાણી જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપણી પાસે ગામ તળાવ ફિલ્ટર પ્લાન્ટ માં 30 દિવસ સુધી પાણી ચાલે તેટલો પુરવઠો છે. આ ઉપરાંત 25 પાણી ના બોર પણ રિચાર્જ છે. 30 દિવસ નહેર બંધ રહે તો પણ શહેરની પાણીની જરૂરિયાત સંતોષી શકાય એવું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જરૂર પડે પડે તોજ કાપ મૂકવામાં આવશે. તે માટે પણ પ્રજા ને અગાવ ની જાણ કરવામાં આવશે > વિનય વસાવા, પ્રમુખ, અંકલેશ્વર નગર પાલિકા.

અન્ય સમાચારો પણ છે...