ધરપકડ:અંકલેશ્વરમાં થયેલી ચોરીમાં અમદાવાદથી બે ઝડપાયા

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડતાં જાણ કરી હતી

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે 3 વર્ષ પૂર્વે સારંગપુર વિસ્તાર માંથી હાઇવા ડમ્પર ની ચોરી થઇ જવા પામી હતી જે ચોરી માં હાલ માંજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વડોદરા ના 2 ઇધા ચોરો ને ઝડપી પાડ્યા હતા જેને અંકલેશ્વર પોલીસ ટ્રાન્સફર વોરન્ટ પર લઇ આવી હતી. જેમની પૂછપરછ માં 2 ભંગારીયાઓ ના નામ બહાર આવ્યા હતા. જે આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ બે ભંગારીયાઓ ફિરોઝ ખાન રસીદ ખાન પઠાણ તેમજ સોયબ ઈકબાલ કુરેશી ઝડપી પાડ્યા હતા જેમને ત્યાં ઝડપાયેલ ચોરોએ હાઇવા ચોરી કરી તેને છૂટું પડી સ્પેરપાર્ટ વેચ્યા હતા. જે અંગે ની જાણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને કરવામાં આવી હતી જે આધારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ટ્રાન્સફર વોરન્ટ પર લઇ આવી હતી. અને બંને ભંગારીયાઓ ની પૂછપરછ આરંભી હતી જો કે આ ગુના માં હાજી પણ મુખ્ય આરોપી ફરાર છે ત્યારે પોલીસે તેને પણ ઝડપી પાડવામાં આવે તેવી કવાયત આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...