તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ગોલ્ડન બ્રિજના છેડા વળાંક ઉપર બે વાહન ભટકાયાં 3 જણ ગંભીર

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામ સામે ભટકાયેલા કાર અને તુફાન ગાડીનો ખુરદો બોલાયો

અંકલેશ્વર -ભરૂચ રોડ પર સોમવાર ની રાત્રી ના 10:30 કલાકે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બનાવની વિગતો અનુસાર મુંબઈ ના ઇમરાન અબ્દુલ પઠાણ પોતાની આઈ 20 ગાડી લઇ અંકલેશ્વર થી ભરૂચ તરફ રાત્રી ના 10:30 વાગ્યે જઈ રહ્યા હતા તે દરમિયાન ગોલ્ડન બ્રિજ નજીક આવેલ બોરભાઠા પાટીયા પર મુખ્ય માર્ગ પર ચઢાણ ના વળાંક પર ભરૂચ તરફ થી પી.આઈ. કંપની કમર્ચારીઓ ને લઇ જતી તુફાન ટ્રેક્સ ગાડી સામસામે ભટકાતા કારનો ખુરદો બોલ્યો બોલી ગયો હતો.

ટક્કર એટલી જોરદાર હતી કે બન્ને વાહનો ના આગળ ના ભાગ ફુરચા બોલી ગયા હતા.કારમાં સવાર 1 અને તુફાન માં બેઠેલા 3 નોકરિયાત યુવાનો ગંભીર ઇજા પહોંચી હતી જેને 108 ની મદદ થી કાર ચાલાક ને ભરૂચ તેમજ પી.આઈ. કંપનીના કર્મચારીઓ ને અંકલેશ્વર ની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મુંબઈ ના કાર ચાલક અને પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝ ની શિફ્ટ ની ગાડી વચ્ચે સર્જાયેલો અકસ્માત સંદર્ભે કાર ચાલક ઇમરાન પઠાણ દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અકસ્માતના પગલે લોક ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતના પગલે હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ક્રેન ની મદદ થી વાહનો દૂર કર્યા હતા. તેમજ ત્રાફિક હળવો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...