અલગ-અલગ આગની બે ઘટના!:અંકલેશ્વરના હાઇવે પર બે ટ્રકોમાં આગ લાગતા દોડધામ; ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર રાતે બે ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ અંકલેશ્વરના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતા તેઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી
અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અકસ્માતોની ઘટના બાદ આગ લાગવાની ઘટનાઓ પણ વધારે સામે આવી રહી છે. ગતરોજ રાતે સુરતથી અંકલેશ્વર ટ્રેક ઉપર આવેલા હોટલ લેન્ડમાર્ક નજીક એક ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી. જોકે આગ લાગતા જ ટ્રકનો ચાલક સમય સુચકતા વાપરીને બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો. ત્યાર બાદ ટ્રકના ચાલકે બનાવની જાણ ફાયર વિભાગમાં કરતા પાનોલી ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

બીજી ઘટનામાં પણ ટેન્કરમાં જ આગ
બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાત્કાલિક સ્થળ પર દોડી આવીને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જયારે બીજી ઘટનામાં ધામરોડ પાટિયા પાસે આવેલી હોટલ મીનાની સામે પણ ટ્રકમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. જે અંગેની જાણ થતા ફાયર ફાયટરો એ સ્થળ પર પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બંને આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...