ધરપકડ:વાલિયા ચોકડી પાસેના જોગીયા કોમ્પલેક્ષ નજીકથી રીક્ષા ટાયર ચોરીમાં બે ઝડપાયા

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બે રીક્ષા ટાયર ચોરીની ફરિયાદ શહેર પોલીસ મથકે નોંધાઈ
  • પોલીસે 2 આરોપીની ધરપકડ કરી ચોરી ના ટાયર પણ રિકવર કર્યા

અંકલેશ્વર વાલિયા ચોકડી પર આવેલ જોગીયા કોમ્પલેક્ષ પાસે રીક્ષા ટાયર ચોરી માં 2 ઝડપાયા હતા. બે રીક્ષા ટાયર ચોરી ની ફરિયાદ શહેર પોલીસ મથકે નોંધાઈ હતી.પોલીસે નવ ટાયર કિંમત રૂપિયા 9 હજાર ની ચોરી નો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. પોલીસે 2 આરોપી ની ધરપકડ કરી ચોરી ના ટાયર પણ રિકવર કર્યા હતા.બે દિવસ પૂર્વે અંકલેશ્વર રોશન પાર્ક ખાતે રહેતા સલીમ મુલ્લા ગત રોજ આર્શીવાદ હોટલ પાસે જોગિયા કોમ્પ્લેક્ષ ખાતે વેલ્ડીંગ વર્ક નું કામ કરે છે. તેમને ત્યાં રીપેર માં 2 રીક્ષા આવી હતી

જેના નવ ટાયરો તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા જે અંગે શહેર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે 9 હજાર રૂપિયા ના નવ ટાયર, ટ્યૂબ અને ડીસ ની ચોરી નો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. દરમિયાન પોલીસ દ્વારા માહિતી આધારે જીઆઇડીસી પોલીસ એ ભડકોદરા ના સંગ્રામસિંહ ભારતસિંહ ચૌહાણ અને તલાવડી ફળિયા ખાતે રહેતા કિરણ ઉદેસીંગ વસાવાને ઝડપી પાડ્યા હતા. અને શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ ચોરી ના ટાયરો સાથે બંને આરોપી ના ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...