તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:શાંતિનગર વિસ્તારમાં 2 સ્થળે ગેસ રિફિલિંગ કરતા બે શખ્સ ઝડપાયાં

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેસ બોટલ, વજન કાંટા સહિત ગેસ રિફિલિંગ નોઝલ મળી રૂા.12 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત
  • સારંગપુર ગામમાં ગેરકાયેદ ગેસ રિફિલિંગ કૌભાંડ પર્દાફાશ

અંકલેશ્વર ના સારંગપુર ના શાંતિનગર 1 માં આવેલ હનુમાનજી મંદિર રેલવે ફાટક આવેલ શોપિંગ સેન્ટરમાં બે અલગ અલગ દુકાનોમાંથી પોલીસે ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપી પાડી બે આરોપીની ધરપકડ કરી હતી. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી એ દરમિયાન તેઓને બાતમી મળી હતી કે સારંગપુર નજીક રેલવે ફાટક પાસે આવેલ શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા બે દુકાનદારો ને ત્યાં દરોડા પાડ્યા હતા.

પોલીસે દઢાલ ગામમાં રહેતા કાશીફ અન્સારી ને ત્યાંથી 2 નાની મોટી ગેસ ની બોટલ અને વજન કાંટો તેમજ ગેસ રિફિલિંગ પાઇપ ની નોઝલ મળી 4900 રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ મીરા નગરમાં રહેતા રામ નિવાસ યાદવની ધરપકડ કરી હતી અને તેની દુકાન માંથી 3 નાની મોટી ગેસ બોટલ તેમજ વજન કાંટો સહિત ગેસ રિફિલિંગ ના સાધનો મળી 7300 રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બન્ને દુકાનોમાંથી ગેસ સિલિન્ડર તેમજ ગેસ રીફિલ કરવાના સાધનો મળી રૂપિયા 13 હજારથી વધુના મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી મોટા ગેસ સિલિન્ડર માંથી નાના ગેસ સિલિન્ડરમાં બેદરકારી પૂર્વક ગેસ રીફિલ કરતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે સારંગપુર સહિત આજુબાજુ ના પરપ્રાંતીય વિસ્તારમાં અનેક ઠેકાણે બિન અધિકૃત રીતે ગેસ રિફિલિંગ કરી આપવામાં આવી રહ્યું છે. જે રહેણાંક તેમજ કોમર્શિયલ શોપીંગ સેન્ટર માં બિન્ધાસ્ત પણે ધમધમી રહ્યા છે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. જે પૂર્વે પોલીસ તેમજ પુરવઠા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરી આ ગોરખધંધા બંધ કરાવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...