પુરપાટ ઝડપે ટ્રક કન્ટેનરમાં જઈ ભટકાઈ:અંકલેશ્વર નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત, અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાયો

અંકલેશ્વર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવજીવન હોટલ પાસે આવેલા ટર્ન ઉપર બનેલો બનાવ

અંકલેશ્વર હાઇવે ઉપર એક કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં સર્જાતા ટ્રકમાં સવાર બે વ્યક્તિઓના ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યાં હતા. આ બનાવ બનતાં જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસે દોડી આવીને વધુ તપાસ હાથ ધરી છે.

હાઇવે પર ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા નવજીવન હોટલ પાસે સોમવારના રોજ ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 યુવકોના મોત નિપજ્યા હતા. નેશનલ હાઇવે નંબર 48 ઉપર નવજીવન હોટલ સામે વડોદરાથી મુંબઈ તરફ કન્ટેનર જઈ રહ્યું હતું. તે સમય દરમિયાન કાપોદ્રા ગામ તરફથી નીકળી હાઇવે પર એક ટ્રક ચાલક આવી રહ્યો હતો. તે સમયે ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરનો.કાબુ ગુમાવતા ટ્રક કન્ટેનર સાથે ધડાકા ભેર અથડાઈ હતી. જેમાં ટ્રકમાં.સવાર બે લોક ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા.

અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો
હાઇવે ઉપર ટ્રક અને કન્ટેનરના થયેલા અકસ્માતમાં ટ્રકમાં સવાર બે વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માતના પગલે આજુબાજુના ભંગાર માર્કેટના વેપારીઓએ દોડી આવી બંને વ્યક્તિઓના મૃતદેહને બહાર કાઢીને સાઈડ પર કર્યા હતા. સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવીને ટ્રાફિકને ક્લિયર કરાવી બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...