તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:અંકલેશ્વરમાં બે અકસ્માતનાં બે અલગ અલગ બનાવમાં 2 લોકાેએ જીવ ગુમાવ્યો

અંકલેશ્વર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • રાહદારી યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ મોત

અંકલેશ્વર શહેર ત્રણ રસ્તા પેટ્રોલપંપ નજીક ગત રાત્રી ના ટ્રક ચાલકે ગફતાલ ભરી રીતે હંકારી લાવી ત્યાં થીં પસાર થતા સાઇકલ સવાર ઈસમને અડફેટે માં લેતા તેનું ઘટના સ્થળેજ મોત નિપજવા પામ્યું હતું અંકસ્માત ના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ટ્રક ચાલક ને ઝડપી પાડ્યો હતો તેમજ શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક ઈસમ ના પરિવારજનો સંપર્ક કરી કાપોદ્રા એમ.પી નગર ખાતે રહેતા ફારૂક અહમદ ચૌધરીના ભાઈ આસઝાદ હોવાનું બહાર આવ્યું હતું જે અંગે ફારૂક ચૌધરીની ફરિયાદ આધારે ટ્રક ચાલાક કાલુસિંગ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

અંકલેશ્વર ભરૂચ રોડ પર આવેલ જુના નેશનલ હાઇવે નંબર 8 પર ગોલ્ડન પામલેન્ડ કોમ્પ્લેક્ષ નજીક બન્યો હતો. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતે રહેતા જેરામભાઈ ધનાભાઇ આહીર ગોલ્ડન પામલેન્ડ કોમ્લેક્ષ ખાતે સિક્યુરિટીગાર્ડ ખાતે ફરજ બજાવી રહ્યા છે. તેવો પગાર લેવા માં આવ્યા હતા તે દરમિયાન રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન મહિન્દ્રા બલેરો ગાડી ના ચાલકે પુરપાટ આવી તેમને અડફેટે માં લઇ હવામાં ફંગોળી દીધા હાટ જેમાં તેવો રોડ પર પટકાતા ગંભીર ઇજા ના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જે અંગે સાથી સિક્યુરિટીગાર્ડ તેમજ સંબંધી દોડી આવ્યા હતા અને તેમના દ્વારા આ અંગે પોલીસ મથકે બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો