અંકલેશ્વરના રામકુંડ પાછળ આવેલી સુંદરવન સોસાયટીમાં રવિવારે રાત્રિના સમયે તસ્કરોએ બે બંધ મકાનને નિશાબ બનાવ્યા હતા. મુખ્ય દરવાજાના તાળાં તોડી તસ્કરો એક મકાનમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસે ગુનો નોંધા તપાસ હાથ ધરી છે .અંકલેશ્વરમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યાં છે. રાત્રીના સમયે સલતત પેટ્રોલિંગ છતાં તસ્કરો ચોરીને અંજામ આપી રહ્યાં છે.
ત્યારે અંકલેશ્વરના રામકુંડ પાછળ આવેલ સુંદરવન સોસાયટીમાં રહેતા શશીકાંત ભાઈલાલ પ્રજાપતિ પોતાના વતન જંબુસરના કલક ગામે મકાન બંધ કરી ગયા હતા. આ દરમ્યાન તસ્કરો દરવાજાનું તાળું તોડી તિજોરી તોડી તેમાંથી રોકડા 48,000 અને સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરો એટલે થી ન અટકતા આ જ સોસાયટીમાં રહેતાં કિશોર સોલંકીના મકાન ને પણ નિશાન બનાવી રોકડ રૂ. 3000ની ચોરી કરી હતી. શશીકાંત પ્રજાપતિ એ ચોરી અંગે ની જાણ અંકલેશ્વર શહેર પોલીસ ને થતા પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.