તપાસ:અંકલેશ્વર નજીક ટ્રેનની અડફેટે બે વ્યક્તિનાં મોત

અંકલેશ્વર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે 24 કલાક ના બેન મોત નિપજ્યા હતા. ગત રોજ ટ્રેનની અડફેટે આવી જતા 50 વર્ષીય ઈસમ નું મોત નીપજ્યું હતું. જયારે 49 વર્ષીય ઈસમે રેલવે સ્ટેશન નજીક ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કર્યો હતો. અંકલેશ્વર ગત રોજ રેલવે સ્ટેશન ની ઉત્તર તરફ 50 વર્ષીય આડેધ ટ્રેનની અડફેટે આવી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અજણ્યા 50 વર્ષીય હિન્દૂ ઈસમ ભૂરી લાઈન રૂ શર્ટ અને સિલેટિયા રંગ નું પેન્ટ પહેરેલું હતું પોલીસે તેનો મૃતદેહ પી.એમ અર્થે ખસેડી તેના પરિજનો શોધખોળ આરંભી હતી.

જયારે બીજા બનાવ ગત મોડી સાંજે અંકલેશ્વર રેલવે સ્ટેશન ના દક્ષિણ છેડા પર બન્યો હતો. જ્યાં અજણ્યા 49 વર્ષીય ઈસમ એ ડાઉન લાઈન પર પસાર થઇ રહેલા તિરુવલી એક્સપ્રેસ આગળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ અંગે રેલવે પોલીસ મથકે જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...