દુર્ઘટના:કાપોદ્રા પાસે ખાડીમાં નહાવા પડેલા 2 બાળકોના ડૂબી જતાં મોત નિપજ્યાં

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોબલ માર્કેટ પાસે રહેતા બાળકો નહાવા ગયા હતા

અંકલેશ્વરના કાપોદ્રા બાકરોલ ગામ વચ્ચે પસાર થતી ખાડી માં ન્હાવા પડતા બંને બાળકો ડૂબી જતા મોત નીપજ્યું હતું. કાપોદ્રા નોબલ માર્કેટ પાસે આવેલ કોમ્પલેક્ષ માં રહેતા તરુણો નાહવા માટે ગયા હતા. પરિવારને જાણ થતા સ્થળ પર દોડી આવ્યા હતા.નજીક રહેલા યુવાનો એ મૃતદેહ બહાર કાઢ્યા હતા. પરિવાર બને તરુણો બચવાની કોશિષ નાકામ થતા નાસીપાસ બન્યા હતા. પરિવાર એ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ રોડ પર આવેલ નોબલ માર્કેટ નજીક આવેલ કોમ્પલેક્ષ માં રહેતા પરપ્રાંતીય તરુણો કાપોદ્રા-બાકરોલ ગામ વચ્ચે બ્રિજ નજીક નાહવા માટે શનિવાર ના રોજ બપોરે પહોંચ્યા હતા જ્યાં નાહવા પડેલા તરુણો પૈકી 2 તરુણ ના ડૂબી જતા મોત નિપજ્યા હતા જે વાત વાયુવેગે કાપોદ્રા ગામમાં તેમજ નોબલ માર્કેટ વિસ્તારમાં ફેલાતા લોક ટોળા સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં 2 તરુણ બાળકો ને સ્થાનિકો ખાડી માંથી બહાર કાઢ્યા હતા ને તેમને બચાવવા માટે પ્રાથમિક ઉપચાર કર્યા હતા જો કે બંને બાળકો ને તેવો બચાવી શક્યા ના હતા અને પરિવાર બને બાળકો ને લઇ ધરે પહોંચ્યા હતા જો કે ઘટના અંગે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું તેમજ બાળકો ની વિગત આપવાની નો પણ ઇન્કાર કર્યો હતો. ત્યારે બંને બાળકોના મોત થી પરિવારોમાં માતમ નો માહોલ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...