ક્રાઈમ:હાંસોટના કતપોરમાં આંતરિક ઝઘડામાં બે બોટને આગચંપી

અંકલેશ્વર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રૂા. 2.10 લાખનું નુકસાન, આરોપી ફરાર

હાંસોટના કતપોર ગામે આંતરિક ઝઘડામાં 2 બોટમાં આગચંપી કરાઇ હતી. આગમાં બંને બોટ સહિત 2 લાખ ઉપરાંત મત્તાનો સમાન બળી ખાખ થતા માછીમાર પરિવાર પાયમાલ થઇ ગયો હતો. બનાવ સંદર્ભે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી ફરાર શખ્સની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા. 

પોલીસે હસા ગોમાન રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધ્યો
ગત શનિવારે સાંજે હાંસોટના કતપોર ગામના  હરેશ મેલા રાવજી રાઠોડની ભાભી તથા ભત્રીજા સાથે કતપોર ગામનાં હસા ગોમાન રાઠોડ સાથે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. આ સમયે હસા ગોમન રાઠોડે ધમકી આપી હતી કે તમે કેવી રીતનાં માછલી પકડવા જાવ છો તે હું જોઈ લઈશ.ત્યાર બાદ રવિવારે રાત્રે અચાનક કતપોર ખાડી નજીક નર્મદા કિનારે લાગેલી 2 બોટને આગ લગાવી દીધી હતી. જે અંગે હરેશ મેલા રાઠોડ હાંસોટ પોલીસ મથક ફરિયાદ નોંધાવતા પોલીસે હસા ગોમાન રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. 

ફરાર હસા ગોમાન રાઠોડને ઝડપી પાડવાની કવાયત આરંભી
પોલીસે ફરિયાદીની બોટ રૂા. 1,50 લાખ ,માછલાં પકડવાની જાળ 30 હજાર રૂપિયા તથા બોટ લાગેલી 30 હજાર રૂપિયાનું મશીન મળી 2.10 લાખ રૂપિયાના નુકશાનની ફરિયાદ નોંધી હતી. પોલીસે ફરાર હસા ગોમાન રાઠોડને ઝડપી પાડવાની કવાયત આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...