ધરપકડ:અંકલેશ્વરમાં 3 વર્ષ પહેલાની ધાડમાં બે આરોપી ઝડપાયાં

અંકલેશ્વર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પી.જી.ગ્લાસ ફેકટરીમાં ધાડપાડુઓએ 3 ગાર્ડની હત્યા કરી નાંખી હતી

અંકલેશ્વરમાં ઉટીયાદરા ગામે પી.જી.ગ્લાસમાં ગત 18 મી સપ્ટેમ્બર 2019ના રોજ ઉટીયાદરા ગામ ખાતે 2012 થી બંધ પડેલ પી.જી.ગ્લાસ કંપની મધ્યરાત્રીએ ધાડપાડુ ટોળકી ત્રાટકી હતી. આ ટોળકીએ 3 સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી તેમજ 3ને ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. ગોપાલકો સાથે સવારે 6 વાગ્યાના અરસામાં જે પી ગ્લાસ ફેક્ટરી નજીક ઘાસચારો એકઠો કરી રહયાં હતાં ત્યારે ફેક્ટરીમાંથી મદદની બૂમો સંભળાઈ હતી. સ્થાનિક યુવાનો કંપની તરફ દોડી ગયા ત્યારે ફેકટરીમાં ખેલાયેલાં ખુની ખેલનો પર્દાફાશ થયો હતો.

આ ઘટના ચાર વર્ષ અને 2 મહિના બાદ આખરે સુરત ડીસીબી પોલીસે વધુ બે આરોપી ને ઝડપી પાડયાં હતા. મૂળ મધ્યપ્રદેશના અને સુરત કતારગામ ખાતે રહેતા 21 વર્ષીય વિકાસ ઉર્ફે ટકો અને 25 વર્ષીય મનીયો ભીલારેને સુરત થી ઝડપી પાડ્યા હતા. બંને આરોપીને પોલીસ ટ્રાન્સફર વોરન્ટથી અંકલેશ્વર લઇ આવી છે અને તેમની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

12 દિવસમાં જ ગુનાનો ભેદ ઉકેલાયો હતો
ઉટીયાદરા ગામે પી.જી.ગ્લાસમાં 3 ગાર્ડની હત્યા અને ધાડના ગુનાનો ભેદ પોલીસે 12 દિવસમાં ઉકેલી નાંખ્યો હતો. ભરૂચ એલસીબીએ 5 ધાડપાડુઓની ધરપકડ કરી લીધી હતી. ધાડપાડુઓ ટેમ્પો લઇને પી.જી. ગ્લાસ કંપનીમાં ધાડ પાડવા માટે આવ્યાં હતાં. આ ચકચારી કેસમાં 13 આરોપીઓના નામ ખુલ્યાં હતાં. હજી કેટલાક આરોપીનો વોન્ટેડ છે.

અન્ય સમાચારો પણ છે...