કાર્યવાહી:અંકલેશ્વરમાં સરકારી અનાજ વગે કરનાર બે આરોપી ઝબ્બે

અંકલેશ્વર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વેપારી અને ટેમ્પો ચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી

અંકલેશ્વરમાં સરકારી ગોડાઉન માંથી ચોખાના ૪૩૨ જેટલા કટ્ટા સગેવગે કરનાર બે વેપારી અને ટેમ્પો ચાલક સામે મામલતદારે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જે ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી, જયારે અન્ય એક ને વોન્ટેડ જાહેર કર્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસી માનવ મંદિર સામે આવેલા મધુવન શોપિંગમાં આવેલી દુકાનમાં સરકારી અનાજનો જથ્થો સગેવગે કરાતું હોવાની બાતમી મામલતદારને મળી હતી.જેના આધારે મામલતદાર પુરવઠા નાયબ મામલતદાર સાથે દરોડો પાડ્યો હતો.

તંત્રના દરોડામાં સરકારી અનાજનો જથ્થો ગોડાઉન માં ટેમ્પામાંથી અંકલેશ્વર તાડ ફળિયામાં રહેતા ટેમ્પો ચાલક રાજેશ વસાવા દ્વારા ઉતારવામાં આવી રહ્યો હતો.જેમાં ચોખાના 155 કટ્ટા અને દુકાનમાં અન્ય દઢાલ મંડળીના 277 ચોખાના કટ્ટા મળી આવ્યા હતા.

સરકારી અનાજ ને સગેવગે કરવાના કૌભાંડમાં મામલતદાર દ્વારા ટેમ્પો, અનાજનો જથ્થો સીઝ કરી ટેમ્પા ચાલક, સુરતના સત્યેન્દ્ર શ્યામસુંદર રાજપૂત અને અંકલેશ્વર હાઉસિંગ બોર્ડના ભગવતી ચુનીલાલ ખટીક સામે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે જીઆઇડીસી પોલીસે ટેમ્પો ચાલક રાજેશ ચંદુભાઈ વસાવા રહે તાડ ફળીયા, અંકલેશ્વર, તેમજ ભગવતી ચુનીલાલ ખટીક રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ, સુરતી ભાગોળ, અંકલેશ્વર ના ઓ ની ધરપકડ કરી હતી, જ્યારે સુરતના સત્યેન્દ્ર શ્યામસુંદર રાજપૂત ની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...