અકસ્માત:નર્મદા મૈયા બ્રિજ પર એક જ રાત્રે બે અકસ્માત, કોઈ જાનહાની નહીં

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીકઅપની બ્રેક ફેલ થતાં ડિવાઈડર સાથે ઢસડાઇને બાઈકમાં ભટકાઈ
  • રાત્રે બ્રિજ પર લોકો વાહનો પાર્ક કરી અડિંગો જમાવી રહેતા અકસ્માત

ભરૂચ -અંકલેશ્વર ને જોડતા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે પીકનીક પોઇન્ટ બન્યો છે. ગત રાત્રે નર્મદા મૈયા બ્રિજ પર બે અકસ્માત સર્જાયા હતા. જેમાં મહિન્દ્રા પીકઅપ ગાડી ગત રાત્રી ના ત્યાં પસાર થઇ રહી તેની બ્રેક ફેલ થતા ચાલકે અન્ય વાહન સાથે ગાડી ના ભટકાઈ તે માટે બ્રિજ ના ડિવાઈડર સાથે ગાડી અથાડી દીધી હતી જે ઢસડાઈ ને ત્યાં પાર્ક કરેલ બાઈકો માં જઈ ભટકાઇ હતી. સદનસીબે જાનહાની થઈ નહોતી.

ત્યારબાર ગણતરીની મિનિટોમાં સામેની સાઈડ પર એક્ટિવા સાથે કાર ભટકાઇ હતી. ઘટના બાદ બંને તરફ તું-તું મેમે ના દ્રશ્યો જોવા મળ્યા હતા. બને અકસ્માત માં કોઈ ને ઇજા પહોંચી ના હતી. પરંતુ જયારે 80 કિ મી રફતાર બ્રિજ ની નિયત કરવામાં આવી છે ત્યારે અહીં વાહન પાર્ક કરી બેસવું કેટલું જોખમી છે. તે અકસ્માત બાદ અનુભૂતિ થઈ રહી છે. તંત્રની આંખ આડા કાન કરી રહ્યું છે. ત્યારે લોકોએ સ્વયંભૂ રીતે પોતાના વાહન બ્રિજ બહાર પાર્ક કરી બ્રિજ પર આવી બેસે તે જરૂરી છે. સુસાઇડ તેમજ અકસ્માત ઝોન તરફ જઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...