તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે બેકાબૂ ટ્રક ચાની દુકાનમાં ઘૂસી

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકોમાં અફરાતફરી મચી
 • સદનસીબે ચા પી રહેલા ગ્રાહકોનો આબાદ બચાવ થયો

અંકલેશ્વરના નેશનલ હાઈવે પર ખરોડ ચોકડી પાસે એક બેકાબૂ ટ્રક ચાની દુકાનમાં ઘૂસી ગઇ હતી. ટ્રક દુકાનમાં ઘૂસી જતા ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. બનાવની જાણ થતાં લોકો એકઠાં થયાં હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો એવી છેકે, આજરોજ સવારના અરસામાં ટ્રક નંબર-એચ.આર.58 એ.5977નો ચાલક પુરપાટ ઝડપે અંકલેશ્વર નેશનલ હાઇવે પર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ખરોડ ચોકડી નજીક ટ્રક ચાલકનો સ્ટેયરિંગ પર કાબૂ ન રહેતા ટ્રક ચાની દુકાનમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં દુકાને ચા પીવા બેઠેલ તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. જયારે અકસ્માતમાં દુકાનને આંશિક નુકશાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો