તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વર મહાવીર ટર્નીંગ ઓવરબ્રિજ પર શેરડી ભરેલી ટ્રક ખોટ ખાય જવા પામી હતી. શેરડી ભરેલ ટ્રક રસ્તામાજ બગડતા ત્રાફિક જામ ના દ્રશ્યો સામે આવ્યા છે. રોડ બંને તરફ વાહનો કતાર જામી હતી. શહેર માંથી પસાર થતી શેરડી ભરેલી ટ્રકો ટ્રાફિકને અડચણ રૂપ સાથે જોખમી બની રહી છે, અવારનવાર શેરડી ભરેલ ટ્રક બગડવા સાથે અંદર શેરડી પડતી હોવાની ઘટના આવી રહી છે. તંત્ર દ્વારા શહેર માંથી બાયપાસ કરી તેમને પસાર કરવા માગ ઉઠી છે.
અંકલેશ્વરમાં શુક્રવાર ના રોજ બપોર ના સુમારે ઓએનજીસી ઓવર બ્રિજ પર મહાવીર ટર્નીંગ પાસે શેરડી ભરેલી ટ્રક અચાનક રસ્તા વચ્ચે ખોટ ખાય જવા પામી હતી જેને લઇ ત્રાફિક જામ સર્જાયો હતો અને માર્ગ ની બંને તરફ વાહનો કતાર જામી જવા પામી હતી. જેને લઇ કલાકો સુધી વાહન વ્યવહાર અટવાય જવા પામ્યો હતો. અને ટ્રાફિક બ્રિગ્રેડ દ્વારા વાહનો સંચાલક કરી ટ્રાફિક હળવો કરવાની તજવીજ આરંભી હતી.
શેરડી ભરેલી ટ્રક ને લઇ અંકલેશ્વર પંથક માં જીવ લેણ અકસમાતો સર્જાય રહ્યો છે. એટલુંજ નહિ શેરડી ભરેલી ટ્રક પલ્ટી ભરેલી ટ્રક પલ્ટી મારવા ઉપરાંત ચાલુ ટ્રક માંથી શેરડી પડવા ની ઘટના છાશવારે બની રહી છે. જેને લઇ અંકલેશ્વર શેરડી ભરેલી ટ્રક ત્રાફિક જામ સર્જવાની સમસ્યા પણ સર્જાય છેતંત્ર દ્વારા શહેર માંથી બાયપાસ કરી તેમને પસાર કરવા માગ ઉઠી છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.