હાલાકી:હાંસોટ ડેપો પર ST પાસ કાઢવાનું બંધ કરાતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય નેતાઓ નિદ્રાધીન: કાયમી ધોરણે પાસ કાઢવાનું બંધ કરાયું
  • 2000 થી વધુ વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ અપડાઉન કરે છે

હાંસોટ એસ.ટી સ્ટેન્ડ ઉપરથી છેલ્લા 30 વર્ષ થી એસ. ટીની રાહતદરની પાસ કાઢી અપાતી હતી. જેને છેલ્લા એક માસથી બંઘ કરવામાં આવ્યુ છે વારંવાર રજૂઆત કરવા છતાં એસ ટી વિભાગ અંકલેશ્વર દ્વારા આ સમસ્યા દૂર કરવા માટે કોઇ પગલા ન લીધા. આ અંગે વારંવાર અખબારોમાં પણ આ સમસ્યા ને ઉજાગર કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પણ આ બાબતે રાજકીય નેતાઓને જાણ કરી હોવા છતાં કોઇપણ પક્ષોના નેતાઓએ આ સમસ્યાને ગંભીરતાથી લીઘી નહીં.

આખરે અંકલેશ્વરના એસ ટી. ડેપોના સતાઘીશો દ્વારા હવે કાયમી ઘોરણે ફાજલ ડ્રાયવર ને હાંસોટના સ્ટેન્ડ ઉપર બેસાડવામાં આવે છે. તાલુકાના ગામો માંથી હાંસોટ તથા અંકલેશ્વર ભણવા માટે 1000 જેટલા વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે જ્યારે અંકલેશ્વર જીઆઇડીસી માં પણ રોજના 1000 જેટલા નોકરીયાતો અપડાઉન કરે છે. તો હવે ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...