તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોકડ્રીલ:હોસ્પિટલમાં ફાયર ડેમોસ્ટ્રેશન સાથે નર્સિંગ સ્ટાફને ટ્રેનિંગ

અંકલેશ્વર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરની પટેલ સર્જીકલ હોસ્પિટલ ખાતે ફાયર અને પોલીસ દ્વારા તાલીમ અપાઈ

અંકલેશ્વર પાલિકા અને પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાઈ હતી. અંકલેશ્વરની પટેલ સર્જીકલ હોસ્પિટલ ખાતે ફાયર ડેમોસ્ટ્રેશન સાથે નર્સીંગ સ્ટાફ ને ટ્રેનિંગ આપવામાં આવી હતી. ઘટના બને ત્યારે સ્થિત પર કાબુ મેળવવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ ની ભૂમિકા અંગે પણ લાઈવ ડેમોસ્ટ્રેશન કરાયું હતું. કોવિડ હોસ્પિટલ તેમજ હોસ્પિટલ માં બનતી આગ ની હોનારતો ને ટાળવા માટે તેમજ આવી ઘટના બને ત્યારે હોસ્પિટલ બહાર થી ફાયર સુવિધા કે અન્ય પોલીસ સહાય મળે તે પૂર્વે શું કરવું તે અંગે મોકડ્રિલ યોજવામાં આવી હતી.

જેમાં અંકલેશ્વર નગરપાલિકા ફાયર વિભાગ તેમજ શહેર પોલીસ વિભાગ ની સંયુક્ત ટીમ દ્વારા યોજવામાં આવેલ આ મોકડ્રિલ માં આંગ નું દ્રશ્ય ઉભું કરી નર્સિંગ સ્ટાફ તેમજ તબીબો ને હોસ્પિટલ માં રાહલે ફાયર બોટલ વડે આગ કેવી રીતે ઓલવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ અંદર ફસાયેલા લોકો અને ઇજાગ્રસ્તો કેવીરીતે ખસેડવામાં તે અંગે તાલીમ પણ આપવામાં આવી હતી. સમગ્ર ઘટના નું અંત પૃથક્કરણ કરી હોસ્પિટલ સ્ટાફ ને જરૂરી સૂચના પણ આપવામાં આવી હતી. સ્થાનિક પોલીસ દ્વારા આકસ્મિક ઘટના વખતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ તેમજ લોકો કેવી રીતે બચાવી શકાય તે અંગે નર્સિંગ સ્ટાફને સમજણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...