તૈયારીઓને આખરી ઓપ:મતદારયાદી અન્વયે બૂથ લેવલ ઓફિસર-સુપરવાઈઝરને તાલીમ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીને ધ્યાને લઇ ચૂંટણી કમિશનર દ્વારા તૈયારીઓને આખરી ઓપ

અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી ની અધ્યક્ષતા હેઠળ ઓનલાઈન સેટકોમ દ્વારા અંકલેશ્વર વિધાનસભામાં બુથ લેવલ અધિકારી ઓ અને સુપરવાઈઝરને મતદાર યાદી સુધારણા અંગેની તાલીમ આપવામાં આવી હતી.

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા મતદાર યાદી અંગેની તૈયારી ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી ની અધ્યક્ષતા હેઠળ ઓનલાઈન સેટકોમ મારફતે સમગ્ર રાજ્યમાં તમામ વિધાનસભા દીઠ મતદાર યાદી સુધારણાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેના ભાગરૂપે શનિવાર ના રોજ અંકલેશ્વર ના શારદા ભવન ખાતે 154 અંકલેશ્વર વિધાન સભા માં બી એલ ઓ તેમજ સુપરવાઈઝરને મતદારયાદી ચોકસાઈ પૂર્વક અને ક્ષતિરહિત બને તે માટે તાલીમ આપવામાં આવી હતી. આ કર્યક્રમ માં અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપુત અને નાયબ મામલતદાર અલ્પેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...