અંકલેશ્વરના સારંગપુર ગામના વિહાર ધામ સોસાયટી માં તસ્કરો ત્રાટક્યા હતા. બંધ ઘરને નિશાન બનાવી 50 હજાર રોકડ સહીત સર સામાન ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ સ્થળ તપાસ શરુ કરી હતી.
બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે આવેલ વિહાર ધામ સોસાયટીમાં રહેતા પપ્પુ રેનુ રાવત ગત રોજ પોતાનું ઘર બંધ કરી બહાર ગયા હતા દરમિયાન રાત્રે તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ધર ના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં રહેલા કબાટ તેમજ અન્ય સર સમાન વિખેરી નાખી અંદર રહેલા 50 હજાર રૂપિયા રોકડા તેમજ અન્ય સર સામાન ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
સવારે પપ્પુ રાવત ધરે આવતા ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે તેના ત્વરીત અસર થી જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાથમિક સ્થળ તપાસ કરી પપ્પુ રાવત ની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. ચોરીની ઘટનાના પગલે સોસાયટીના રહિશોમાં ભયની લાગણી ફેલાઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.