પૂર્ણેશ મોદીની સ્થળ મુલાકાત:અંકલેશ્વર ખરોડ હાઇવે પર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યા, માર્ગ-વાહન વ્યવહાર મંત્રીએ વડોદરાથી વલસાડ સુધી હાઇવેનું નિરિક્ષણ કર્યું

અંકલેશ્વર12 દિવસ પહેલા
  • માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી લોકોની સમસ્યા જાણવા નીકળ્યા
  • ખાડાઓ જોઈ કહ્યું તાત્કાલિક થશે કાર્યવાહી

ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ આજે સોમવારે વડોદરાથી વલસાડ સુધી હાઇવેનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમની સાથેના અધિકારીઓને માર્ગને તાત્કાલિક દુરસ્ત કરવાના નેશનલ હાઇવે ઓથોરિટીને આદેશો આપ્યા હતા.

માર્ગ અને મકાનના મંત્રીએ વડોદરાથી વલસાડ સુધી હાઇવેનું નિરિક્ષણ કર્યું
ભરૂચ હાઇવે હંમેશા મુંબઈ-અમદાવાદ અને દિલ્હી વચ્ચે 40 હજારથી વધુ વાહન ચાલકો માટે વેદના સમાન રહ્યો છે. જેમાં જૂનો સરદાર બ્રિજ, ભૂખી ખાડી, નવો સરદાર બ્રિજ, ટોલ ટેક્ષના માર્ગે પડેલા ખાડા કે હાલ ખરોડ ફલાય ઓવરની કામગીરીને લઈ સર્જાતો 20થી 25 કિલોમીટરનો ટ્રાફિકજામ વાહન ચાલકોને ટોલ ચૂકવવા છતાં યાતના સિવાય કંઈ જ મળ્યું નથી. ચોમાસામાં આ બધી સમસ્યા વચ્ચે હાઇવે ઉપર ઠેર ઠેર પડેલા ખાડા વાહનો માટે વધુ પરેશાનીઓ સર્જી દે છે. ત્યારે હાલ અંકલેશ્વરની ખરોડ ચોકડી ઉપર ટ્રાફિક જામ હલ કરવા માટે સોમવારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ ખરોડ ચોકડી આવી સ્થળ મુલાકાત લીધી હતી.

મંત્રીએ તાત્કાલિક ટ્રાફીક સમસ્યા હલ કરવા સૂચનો આપ્યા
નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોને રોડનું કામ ઝડપી ગતિએ ચાલે તેમજ સર્વિસ રોડ પણ તાત્કાલિક અસરથી બનાવી દઈ ટ્રાફિકની સમસ્યા હલ કરવાના સૂચન નિર્દોષો આપ્યા હતા. તેમની સાથે નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુરજકુમાર સીંગ.પ્રોજેક્ટ ડાયરેક્ટર રાહુલ જલન, દિલીપસિંહ બોરાદરા તેમજ અન્ય હાઇવેના અધિકારીઓ હાજર રહ્યા હતા. ટ્રાફિક સમસ્યા હલ થાય એ અત્યંત જરૂરી બની રહ્યું છે.હવે હજારો વાહન ચાલકોની હાઈવેની સમસ્યા ક્યારે હલ થાય છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...