તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસ્થા સાથે ઉજવણી:શનિ જયંતિએ શમી અને પીપળ પૂજાની પરંપરા

અંકલેશ્વર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાંસોટના ગામે આવેલા પ્રસિદ્ધ શનિદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી

શનિ જયંતિએ તલ અથવા સરસિયાનું તેલ ચઢાવવાથી ખુશ શનિ દેવ થાય છે. શમી અને પીપળ પૂજાની પરંપરા છે. હનુમાનજીની પૂજા કરવાથી પણ શનિ દોષ દૂર થાય છે. અંકલેશ્વર અંતરનાથ મંદિર ખાતે નવ નિર્મિત શનિદેવ મંદિર ખાતે હવન તેમજ પૂજન અર્ચન કર્યા હતા. હાંસોટના દંતરાય ગામ ખાતે આવે પ્રસિદ્ધ શનિદેવ મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી હતી.

વૈશાખની અમાસે શનિ જયંતિના અવસરે શનિ અમાવસ્યા પણ કહેવાય છે. પુરાણ મુજબ, આ દિવસે શનિ દેવનો જન્મ થયો હતો. શનિ દેવ ભગવાન સૂર્ય અને છાયા (સંવર્ણા)ના પુત્ર છે. શનિ શરૂઆતથી જ વિપરીત સ્વભાવના હતા. તે ક્રૂર ગ્રહ ગણાય છે તેમની નજરમાં જે ક્રૂરતા છે તો તેમની પત્ની દ્વારા અપાયેલા શ્રાપને કારણે છે. બ્રહ્મપુરાણમાં આ વિશે કથા છે.

શનિ દેવના જન્મ સંદર્ભે એક પૌરાણિક કથા માન્ય છે. તે પ્રમાણે, શનિ દેવ સૂર્ય દેવ અને તેમની પત્ની છાયાના પુત્ર છે. સૂર્ય દેવના લગ્ન પ્રજાપતિ દક્ષની પુત્રી સંજ્ઞાથી થયા. કેટલાક સમય પછી તેમના 3 સંતાનોના રૂપમાં મનુ, યમ અને યમુનાની પ્રાપ્તિ થઈ. આ પ્રકારે કેટલાક સમય સુધી તો સંજ્ઞાએ સૂર્ય સાથે સંબંધ નિભાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સંજ્ઞા સૂર્યના તેજને વધારે સમય સુધી સહન ન કરી શક્યા. આ જ કારણે સંજ્ઞા પોતાની છાયાને પતિ સૂર્યની સેવામાં છોડી ત્યાંથી ચાલ્યા ગયા. શનિ જયંતિ પર શનિ દેવ નિમિત્ત વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે.

શનિ જયંતિના દિવસે કરવામાં આવેલા દાન અને પૂજા પાઠથી કષ્ટ દૂર થાય છે. પુરાણો મુજબ, શનિદેવ જન્મથી જ કાળા રંગ, લાંબુ શરીર, મોટી આંખો અને મોટા કેશ ધરાવતા હતા. શનિ જયંતિ પર શનિ મંદિરોમાં પૂજા હોય છે અને શનિ દેવ સંબંધિત વસ્તુઓનું દાન કરવામાં આવે છે. કુંડળીમાં શનિની અશુભ સ્થિતિની અસર ઓછી થઈ જાય છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી અથવા દાન કરવાથી શનિના દોષ દૂર થાય છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી પાપ ની તરફ જતાં બચી શકાય છે. તેનાથી શનિની દશા આવવા પર કષ્ટ ભોગવવો પડતો નથી. શનિ દેવની પૂજા કરવાથી જાણતાં-અજાણતાં કરેલા પાપ કર્મોના દોષમાંથી મુક્તિ મળે છે.

અન્ય સમાચારો પણ છે...