આજે વિશ્વ સાયકલ દિવસ છે. હેલ્થ અને પર્યાવરણની પ્રમોટ કરતી નેચર સાયકલિંગ મહત્વ વધુ છે. ત્યારે ગુજરાતમાં અનેક લોકો સાયકલિંગ કરવા માંગે છે પણ સાઇક્લિંગ ટ્રેક જ નથી. રાજ્ય સરકારે દોઢસો ટી.પી.સ્કીમ મંજૂર કરી પણ સવાલ એ છે કે આ ટીપી.સ્કીમોમાં સાયકલ ટ્રેકનું ક્યાં આયોજન નથી.
૩ જૂન વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવાય છે. વર્લ્ડ સાયકલ ડે નિમિત્તે હેલ્થ અને પર્યાવરણને પ્રમોટ કરતી નેચર સાયકલિંગ નું આયોજન કરી ટકાઉ સાયકલિંગ પ્રચાર કરી દર વર્ષે આવતી પેઢી ને સાઈકલ પ્રત્યે જાગૃત કરે છે.અંકલેશ્વરના સાયકલિસ્ટ અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ એવા અમિત રાણા દ્વારા વર્લ્ડ સાયકલ ડે નિમિત્તે “સોલો નેચર સાયકલિંગ” કરે છે.
આ વખતની વિશ્વ હેલ્થ ડે ની 2022 ની થીમ “ Our Planet and Our Health ને ધ્યાનમાં રાખવામાં આવી છે. અમિત રાણા જણાવે છે કે ગુજરાતમાં અનેક લોકો સાયકલિંગ કરવા માંગે છે છતાં કરતા નથી અને તેનું મુખ્ય કારણ એ છે કે રાજ્ય સરકારે દોઢસો ટી.પી.સ્કીમ મંજુર કરી પણ સવાલ એ છે કે આ ટીપી.સ્કીમોમાં સાયકલ ટ્રેકનું ક્યાં આયોજન નથી.
સાયકલ ચલાવવા માટે સલામત અને અનુકૂળ સાયકલ ટ્રેકનું નગર રચના અમલીકરણમાં ધ્યાન ન રખાયું હોય સાયકલ સવાર માટે બેફામ વાહન વચ્ચે સાયકલ લઈને જોવું જોખમી બની રહ્યું છે. સત્તાવાર રૂપે પહેલીવાર વિશ્વ સાયકલ દિવસ 3 જૂન 2018ના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ઉજવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.