વર્લ્ડ બાયોડાયવરસીટી ડે:આજે જૈવવિવિધતા દિન: દરેક જીવ પર્યાવરણના સંતુલન માટે જરૂરી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જૈવવિવિધતામાં વનસ્પતીઓ, વૃક્ષો, ઔષધીઓ વગેરે કુદરતી સંપતિનો સમાવેશ થાય છે. - Divya Bhaskar
જૈવવિવિધતામાં વનસ્પતીઓ, વૃક્ષો, ઔષધીઓ વગેરે કુદરતી સંપતિનો સમાવેશ થાય છે.
  • જૈવવિવિધતામાં વનસ્પતિઓ, વૃક્ષો, ઔષધીઓ વગેરે કુદરતી સંપતિનો સમાવેશ

22મી મે ના દિવસને દૂનિયાભરમાં વર્લ્ડ બાયોડાયવરસીટી ડે એટલે કે જૈવ વિવિધતા દિન તરીકે ઉજવવામાં આવે છે. જૈવિક વિવિધતામાં પક્ષીઓ, પ્રાણીઓ, દરીયાઇ જીવો, વિવિધ પ્રકારની વનસ્પતીઓ, વૃક્ષો, ઔષધીઓ વગેરે કુદરતી સંપતિનો સમાવેશ થાય છે.

અંકલેશ્વરમાં આવેલ હસ્તી તળાવ પાસેના કબ્રસ્તાન એ વનવાગોળ માટેનું વિવિધ જૈવ વિવિધતા ધરાવતું રહેઠાણ છે. ત્યાં આવેલ હરિયાળી લીલોતરી અને ત્યાંના પક્ષીઓથી ત્યાંની જૈવ વિવિધતા કુદરતના ખોળે ખીલી ઉઠે છે. આજથી દસેક વર્ષ પહેલા ત્યાં ઝુંડનાં ઝુંડ અને સાંજ પડે એટલે સતત ઘોંઘાટ કરતા વન વગોળનું ઝુંડ ખોરાક નીરોગવા નીકળી પડતા. પણ આજે જોઈએ તો તે વનવાગોળનું ઝુંડ જોઈએ એટલું પ્રમાણમાં જોવા મળતું નથી. તેમની હયાત નહિવત પ્રમાણમાં જોવા મળી છે. તેમજ તેમની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

હસ્તી તળાવના આ વિસ્તારમાં વૃક્ષોની ઉપર આવા ચામાચીડયાં નું હજારોનું ઝૂંડ જોવા મળતું હતું. આવા ચામાચીડિયાને ફળભક્ષી કે ફળખાઉં ચામાચીડિયા કહે છે છે. જેને દેશી ભાષામાં વનવાગોળ કહેવામાં આવે છે. રાત્રે આવા પક્ષીઓની દ્રષ્ટિ સતેજ થતી હોવાથી તે રાત્રે ભોજન માટે આશરે એક જ રાતમાં 50થી 60 કિલોમીટર સુધી ખોરાકની શોધમાં વિચરણ કરે છે.

વાગડ નો મુખ્ય ખોરાક ફળ તેમજ દેડકા, ગરોળી, કીટક હોવાથી વાડી અને ખેતરોમાં જઈ ત્યાં ફળોને પણ નુકસાન કરે છે. ફળભક્ષી ચામાચીડિયા ઝુંડમાં જ પ્રવાસ કરે છે. દિવસે દેખાતું ન હોવા છતાં કોઈ શિકાર નો આભાસ થતાં જ ઝુંડ એકસાથે અવાજ કરી ઉડવા લાગે છે.હાલનો કોવીડ વાઇરસ જેવી મહામારીમાં આવો વગર સાબિત થયેલો ભય ફરીથી ફેલાયો છે. તેઓ જે ફળ આરોગતા હોય તે પણ ખાતા માણસ આ કારણસર ગભરાય છે.આજની ૨૧મી સદીમાં આવી શંકાઓના કારણે વૈજ્ઞાનિક અભ્યાસ થઇ બહાર આવ્યા છે અને તેમ છતાં તેઓ નાહકના બદનામ રહે છે. આનું મુખ્ય કારણ જૂનું સાહિત્ય, અભ્યાસનો અભાવ અને કાલ્પનિક ભય રહેલા છે.

હકીકતમાં જીવશ્રુષ્ટિ/ ઇકોલોલોજીમાં તેનું મહત્વનું યોગદાન રહેલું છે. ફળ ખાનાર અને ફળનો રસ માણનાર અને ફૂલનો મધુરસ/ નેક્ટર આ વાગોળ તેઓ સાથે સાથે ફળના બીજ જ્યાં જાય ત્યાં ફેલાવાનું અને પરાગનયનનું કામ કરી પર્યાવરણને સમૃદ્ધ બનાવવાનો લાભ આપે છે. તેઓની અઘાર મારફતે બીજે જે જગ્યાએ જાય અને તેની અઘાર પડે ત્યાં અઘારમાંથી બીજ ફેલાતા હોય છે અને ફળાઉ વૃક્ષોની વૃદ્ધિ થાય છે. ફળ ખાતું હોઈ તેને ખેડૂત માટે નુકશાનકારક ગણે છે પરંતુ તે જેટલા ફળ ખાય તેના કરતા ખેડૂતને વધારે યોગદાન બીજે તેના બીજ ફેલાવીને અને પરાગનયન દ્વારા આપે છે.

પર્યાવરણીય સંતુલન માટે વાગોળોની પ્રજાતિનું સંરક્ષણ કરવું પણ જરૂરી છે
આધુનિક સમયમાં જૈવ-વિવિધતાના વિષય પર ધ્યાન આપવાની જરૂર છે. ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણમાં વિશેષ પરિવર્તન આવ્યું છે.પર્યાવરણીય સંતુલન માટે આવા વાગોળોનું સંરક્ષણ પણ જરૂરી છે. વાગોળ નષ્ટ થવાના આરે આવીને ઉભેલી જાતિ છે. ખરેખરતો આ નાના જીવને સમજવાની ઘણી જરૂર છે. > અમિત રાણા, એન્વાયરમેન્ટ એન્જિનિયર.

અન્ય સમાચારો પણ છે...