તિરંગા સાથે પદયાત્રા:પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અંકલેશ્વરથી ગુમાનદેવ સુધીની તિરંગા અને ભગવા પદયાત્રા યોજાઈ

અંકલેશ્વર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાં સૂર્યોદય ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અંકલેશ્વરથી ગુમાનદેવ સુધી તિરંગા અને ભગવા પદયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોડાયા હતા.

શ્રાવણ માસ નિમિત્તે 15 કિમિની પદયાત્રા નીકળી
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અનેક ભક્તો ભક્તિના રંગમાં રંગાઈને વિવિધ ભક્તિમય કાર્યક્રમો આયોજનો કરતા હોય છે. ત્યારે અંકલેશ્વરમાં આવેલા સૂર્યોદય ફાઉન્ડેશન ટ્રસ્ટના સંચાલકોએ પણ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે એક પદયાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં ટ્રસ્ટના સભ્યોએ અંકલેશ્વર ખાતે આવેલી એશિયન પેઈન્ટ્સ ચોકડી નજીક આવેલા ભીડભંજન બાલાજી હનુમાન મંદિરથી ઝઘડીયા ખાતે આવેલા ગુમાનદેવ એટલે 15 કિલોમીટર સુધીની પદયાત્રા યોજવામાં આવી હતી.

પદયાત્રામાં તિરંગા સાથે પદયાત્રીઓ નીકળ્યા
આ પદયાત્રામાં વિશેષ મહત્વ એ હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગાનો એક પ્રોગામ આપ્યો છે. જેના ભાગરૂપે અંકલેશ્વરથી ગુમાનદેવ સુધી નીકળેલી આ પદયાત્રામાં તિરંગા સાથે ભગવા ધ્વજની પદયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યા ભક્તો જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...