તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશા જીવંત:અંકલેશ્વર પાલિકાના 5 પૂર્વ કોર્પોરેટરની ટિકિટ કપાઇ શકે, હજીયે આશા જીવંત

અંકલેશ્વર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ભાજપ પ્રદેશ પ્રમુખ પોતાની જાહેરાત પર કાયમ રહે તો સમીકરણો બદલાવાની શક્યતા

ભાજપના પ્રદેશ પ્રમુખના હાલની ચૂંટણીના ઉમેદવારોની મર્યાદા નક્કી કરતા બોમ્બથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખાસ કરીને જૂના જોગીઓમાં ફફડાટ ફેલાયો છે. જેને ધ્યાનમાં લઈને અંકલેશ્વર પાલિકાની વાત કરીએ તો પાલિકામાં છેલ્લી ત્રણ ટર્મથી જીતતા આવતા ભાજપના 5 સભ્યોની ટિકિટ કપાય તેમ છે. જ્યારે નવા ચેહેરાને તક આપવાની જાહેરાતથી દાવેદારોની દોડધામ વધુ તેજ થઈ છે. કપાયેલી ટિકિટો મેળવવા રાજકીય ગોડફાધરની ડેલી સુધી કાર્યકરો આંટા ફેરા મારતા દેખાઈ રહ્યા છે.

ભાજપના નવા પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલની જાહેરાત બાદ અંકલેશ્વર નગર પાલિકાની આગામી ચૂંટણીમાં ક્યા દાવેદારોની ટિકિટ કપાશે. જેની ભારે ચર્ચાઓ ચાલી રહી છે. જોકે પ્રદેશ ભાજપ પ્રમુખે કરેલી આ જાહેરાતનું 100 ટકા અમલીકરણ કરાશે કે કેમ તે પણ હજી ચર્ચાનો વિષય છે. કારણ કે તાજેતરમાં જ મહાનગર પાલિકાની ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

તેમાં ક્યાંક સગાવાદ ચાલ્યો છે તો ક્યાંક જ્ઞાતિને પણ કેન્દ્રમાં રાખીને સીટની ફાળવણી કરાતા એક તબ્બે હજી પણ જૂના જોગીઓને ટિકિટની આશા હજી જીવંત રહી છે. પ્રદેશ પ્રમુખના સંકેત બાદ આગામી ચૂંટણીમાં ભાજપામાંથી પાંચ પૂર્વ કોર્પોરેટર લડી શક્શે નહિં.

જો શક્ય બનશે તો આગામી ચૂંટણી સંદર્ભે રાજકીય સમીકરણોમાં પણ આશ્ચર્ય જનક ફેરફારો જોવા મળી શકે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જો પક્ષમાંથી ટિકિટ ન મળે તો આ પૂર્વ સભ્યો અપક્ષ દાવેદારી કરી શકે તેવી શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. અને ઉમેદવારી ફોર્મ ભરાય તે અગાઉ અનેક વિધ રાજકીય ઉથલપાથલ થઈ શકે છે.

નગર પાલિકાના BJPના પૂર્વ સભ્યો
નામવોર્ડ નંબર
ચંપાબેન વસાવા7
જનક શાહ6
બેચર વસાવા24
કમળાબેન પટેલ7
મીનાબેન પટેલ3
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો