અંકલેશ્વરમાં ખુલ્લેઆમ ફાયરિંગ:એક ટ્રાવેલર્સ ઉપર ત્રણથી ચાર અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યું; ટ્રાવેલર્સ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

અંકલેશ્વર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવીને તપાસ હાથ ધરી

અંકલેશ્વરના સરદાર પટેલ હોસ્પિટલમાં નજીક એક ટ્રાવેલર્સ ઉપર ત્રણથી ચાર અજાણ્યા વ્યક્તિઓ ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવીને તપાસ હાથ ધરી છે.

એક ટ્રાવેલર્સ ઉપર મોડી રાત્રીના ફાયરીંગ કરાયુ
બનાવની મળતી માહિતી મુજબ ગતરાત્રીના અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ નજીક અહમદ સઈદ વાડીવાળા નામના વ્યક્તિ ઉપર ત્રણથી ચાર અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં અહમદ વાડીવાળાને માથાના ભાગે ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે બનાવની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે અહમદ ઉપર કયા કારણો સર ફાયરિંગ કરવામાં આવ્યું છે, તે દિશામાં પોલીસે તપાસ કરીને શહેરના સીસીટીવી ફૂટેજ ચકાસણી સહિતની કામગીરી શરૂ કરી છે.

ચૂંટણીની અદાવતમાં ફાયરિંગ કરાયું હોવાની આશંકા
જોકે સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ ચૂંટણીની અદાવતે આ ઈસમ ઉપર હુમલો કરાયો હોવાની આશંકાઓ સેવાઇ રહી છે. આ ઇસમના પત્નીને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. આ અંગે કેટલાય ઈસમો સાથે તેમની ચૂંટણી બાબતે તકરાર ચાલતી હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે. પોલીસે હાલમાં તો હુમલા ખોરોને શોધીને તેમને ઝડપી પડવાના ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...