અંકલેશ્વર ખાતે AIA એ દ્વારા આયોજિત ત્રી દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો શુભારંભ આનંદપુરા સંસ્કૃતિક સંકુલ ખાતે સાંસદના હસ્તે કરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો હજાર રહ્યાં હતા.
8 ડોમમાં 300 થી વધારે સ્ટોલ ઉભા કરાયા
અંકલેશ્વરમાં આવેલા આનંદપુરા સાંસ્કૃતિક અને રમતગમતના સંકુલ ખાતે એઆઈએ દ્વારા ત્રણ દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરાયું છે. જેનું આજ રોજ શુભારંભ ભરૂચના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાના વરદ હસ્તે કરાયો હતો. 1.50 લાખ સ્કેવર ફુટ લેન્ડસ્કેપ એરીયામાં યોજાનારા આ મેગા પ્રદર્શનમાં 8 ડોમમાં નાના-મોટા 300 થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ એક્ઝીબીશન સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એઆઈએ દ્વારા એક્સપોનું સુંદર આયોજન કર્યું છે.
મોટી સંખ્યામાં ઈન્સ્ટ્રીઝના લોકો ઉપસ્થિત રહ્યા હતા
જેમાં ફાર્માસ્યુટીકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પોલીમર્સ, એગ્રીકલ્ચર પેસ્ટીસાઇડ, ઓઇલ એન્ડ લુબ્રીકેન્ટ, એન્જીનીયરીંગ,ટુલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કન્ટ્રોલ,પોલ્યુશન ઇકવીપમેન્ટ , ઇલેક્ટ્રોનીક્સ જેવા ઉપયોગી મશીનરીને એકઝીબીટરો ભાગ લીધો છે. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા કલેકટર તુષાર સુમેરા એઆઈએના પ્રમુખ જશુ ચૌધરી, ઉપપ્રમુખ હરેશ પટેલ અંક્લેશ્વર એસોસિએશનના એક્સ્પો ચેરમેન પ્રવિણ તેરૈયા સહિત મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો સહિત ઈન્સ્ટ્રીઝના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.