અંકલેશ્વર જીઆઇડીસીમાં ડી.એ. આનંદપુરા સાંસ્કૃતિક અને રમત ગમત સંકુલ ખાતે ત્રિદિવસીય એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની પુર્ણાહુતી યોજાઈ હતી. આ એક્સપોમાં દેશભરથી ઉદ્યોગકારોએ આવીને પ્રદર્શન નિહાળ્યું હતું. જ્યારે અંતિમ દિવસે બેસ્ટ સ્ટોલ ધારક સહીત વિવિધ કેટેગરીમાં એક્ઝિબિટર્સને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અલગ અલગ કંપનીના ઉધોગકારોએ ભાગ લીધો હતો
અંકલેશ્વર જીઆઇડીસીમાં 13માં ઇન્ડસ્ટ્રીયલ એકઝીબીશનની પુર્ણાહુતી યોજવામાં આવી હતી. આ પ્રસંગે એ.આઈ.એના ખજાનચી નૈનેશ રાદરીયા, જોઈન્ટ સેક્રેટરી, દેવ શરણ સિંગ અને નિલેશ ગોંડલીયા, એક્ષ્પો ચેરમેન પ્રવીણ તેરૈયા સહીત એ.આઈ.એ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. એક્ઝિબિશનમાં ફાર્માસ્યુટીકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પોલીમર્સ, એગ્રીકલ્ચર પેસ્ટીસાઇડ, ઓઇલ એન્ડ લુબ્રીકેન્ટ, એન્જીનીયરીંગ , પ્રોસેસ કન્ટ્રોલ,પોલ્યુશન કંટ્રોલ ઇકવીપમેન્ટ, ઇલેકટ્રીકલ્સ, ઇલેકટ્રોનીકસ સહિતનાં ઉદ્યોગોએ ભાગ લીધો છે.
એક્સપો નિહાળવા દેશભરમાંથી લોકો ઉમટી પડ્યા
જેમાં બેસ્ટ એક્ઝિબિટર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સુધી ચાલેલા આ પ્રદર્શનીમાં ભરૂચ જિલ્લા ઉપરાંત ગુજરાત અને દેશભરમાંથી ઉદ્યોગકારો આવીને પ્રદર્શની નિહાળી હતી. પ્રતિ વર્ષ કરતા ચાલુ વર્ષે એક્ઝિબિશન નિહાળવા વધુ ધસારો જોવા મળ્યો હતો. જેને લઇ એક્ઝિબિટર્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એક્સપોના ચેરમેન પ્રવીણ તેરૈયાએ વહીવટી તંત્ર તેમજ તમામ એક્ઝિબિટર્સ અને તેને નિહાળવા આવેલા ઉદ્યોગ પ્રતિનિધિઓ તેમજ ઉદ્યોગકારો સહીત પ્રદર્શની નિહાળવા આવેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.