સન્માન:હાંસોટ નાગરિક બેંકને ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી અને પ્રોફિબિલિટી મેનેજમેન્ટ સહિત ત્રણ એવોર્ડ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધી સાઉથ ગુજરાત કો.ઓપરેટિવ બેંક એસોસિએશનનું સંમેલન યોજાયું

હાંસોટ સ્થિત ધી હાંસોટ નાગરિક સહકારી બેંક તાજેતરમાં ધી સાઉથ ગુજરાત કો. ઓ. બેંક એસોસિએશન લી. તરફથી જુદી જુદી ત્રણ કેટેગરીમાં એવોર્ડ મળેલ છે.. હાંસોટ નાગરિક સહકારી બેંક ના હાલના કાર્યકારી પ્રમુખ તરીકે સુસ્મિતા બેન ગાંધી અને તેમની ટીમ વહીવટ કરે છે. જ્યારે બેંકના મેનેજર તરીકે સહકારી આગેવાન વિજયસિંહ ટી. પટેલ ના પારદર્શક વહીવટ ને કારણે શેર ધારકો માં વિશ્વાસ ધારણ કરેલ છે ગત રોજ જુદી જુદી કેટેગરીમાં ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન, ફાઈનાન્સિયલ સ્ટેલીબીટી અને પ્રોફીબીલિટી મેનેજમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

પ્રતિ વર્ષ એવોર્ડ મેળવતા સંસ્થા ના મેનેજર અને સહકારી આગેવાન વિજયસિંહ ટી. પટેલ દ્વારા ખુશી વ્યક્ત કરતા સંસ્થા ન હિતાર્થે સતત્ત મહેનત અને કર્મચારીઓ ના કુશળ વહીવટ ને લઇ મેનેજમેન્ટ અને તેમની સહકારી ટીમ ની એક ટીમ વર્ક ને લઇ આ એવોર્ડ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...