તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડીની ફરિયાદ:ઠગાઇના કેસમાં 22 વર્ષથી ફરાર 3 આરોપી ઔરંગાબાદથી પકડાયાં

અંકલેશ્વર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 1999 માં 5.89 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાયા હતી

હાંસોટ પોલીસે 22 વર્ષ થી નાસતા ફરતા 3 આરોપીને ઔરંગાબાદ મહારાષ્ટ્ર થી ઝડપી લાવી હતી. પંડવાઈ સુગર ફેક્ટરી સાથે 1999 માં મજૂરો માટે કરાર કરી સુગર ફેક્ટરી માંથી રોકડ તથા સર સામન એડવાન્સ પેટે લઇ કરારનો ભંગ કરી ફરાર થઇ ગયા હતા. બનાવની વિગતો અનુસાર 1999 માં શ્રી ખેડૂત શકરી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈ સાથે સંતોષ સોમા વણઝારી, ભાવસિંહ વણઝારી અને લક્ષ્મણ વણઝારીએ કરાર મજૂરો અંગે કર્યો હતો.

અને સુગર ફેક્ટરી માંથી રોકડ રૂપિયા તથા સર સમાન એડવાન્સ પેટે લઈ દોઢ માસ સુધી મજૂરોને કામે રાખી ત્યરબાદ મજૂરો અને અન્ય જગ્યા નવે ખસેડી લઇ જઈ સુગર ફેક્ટરી સાથે કરેલ કરારનો ભાગ કરી એડવાન્સ પેટે રૂપિયા 5.89 લાખ તેમજ સર સમાન જીસરી 52 નંગ, ટોચણ નંગ 156, ને લઇ ફરાર થઇ ગયા હતા છેલ્લા 22 વર્ષ ઉપરાંત થી હાંસોટ પોલીસ મથકે તેવો વોન્ટેડ હતા જેવો મહારાષ્ટ્ર ઔરંગાબાદ ખાતે હોવાની માહિતી હાંસોટ પોલીસ મથકે મળતા હાંસોટ પોલીસ ની એક ટીમ ઔરંગાબાદ પહોંચી હતી. અને સંતોષ વણઝારી, ભાવસિંહ વણઝારી અને લક્ષ્મણ વણઝારી નાગડા ઔરંગાબાદ થી ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો