તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ભરૂચ શહેર બહારના મૃતદેહોની અંતિમક્રિયા નહીં કરવાની ચીમકી

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતદેહના અગ્નિદાહ માટે કોવિડ સ્મશાન ખાતે 2 કલાક સુધી પરિવારજનોએ રાહ જોવી પડી હતી - Divya Bhaskar
મૃતદેહના અગ્નિદાહ માટે કોવિડ સ્મશાન ખાતે 2 કલાક સુધી પરિવારજનોએ રાહ જોવી પડી હતી
  • ભરૂચ સ્થિત રાજ્યનું એકમાત્ર કોવિડ સ્મશાન ફરીવાર વિવાદના વમળમાં સપડાયું

ભરૂચ સ્થિત રાજ્યનું એકમાત્ર કોવિડ સ્મશાન ફરી વિવાદમાં સપડાયું છે. ભરૂચ શહેર બહારના કોરોનાથી મૃત્યુ પામનારની અંતિમક્રિયાના ચાર્જને લઈ વિવાદ સર્જાયો હતો.ભરૂચ શહેર વિસ્તારના મૃતદેહની જ અંતિમક્રિયા કરવાની એજન્સી તેમજ નિયુક્ત કરેલા માણસોએ ચીમકી ઉચ્ચારી છે.

આગામી 60 દિવસના કરાર પર મૃતદેહની અંતિમક્રિયા માટે નિયુક્ત કર્યા
કોવિડ સ્મશાન ગૃહ ખાતે ભરૂચ પાલિકાએ 4 યુવાનો તેમજ 1 ડ્રાઈવર મળી 5 સભ્યોની ટીમ ઉભી કરી તેમને આગામી 60 દિવસના કરાર પર મૃતદેહની અંતિમક્રિયા માટે નિયુક્ત કર્યા હતા. જેનો પ્રત્યેક વ્યક્તિને રોજ 12 કલાકના રૂા. 1200 નક્કી કરાયા હતા. ભરૂચ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકામાંથી આવતા કોવિડ મૃતદેહ પાસે આ યુવાન માનદ વેતન ચાર્જ વસૂલતા વિવાદ ઉભો થયો હતો. જ્યાં લાકડા તેમજ અંતિમ સંસ્કારની સામગ્રી તેમજ પીપીકીટની તંત્રે વ્યવસ્થા નિઃશુલ્ક કરી છે. અંકલેશ્વર જીઆઇડીસીના પરિવાર પાસે રૂપિયા લેવાતા વિવાદ સર્જાયો હતો અને જિલ્લા કલેક્ટર સુધી ફરિયાદ કરી હતી. જેને લઇ હવે એજન્સીએ કરાર મુજબ માત્ર ભરૂચના મૃતદેહનો જ અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કરી અન્ય તાલુકાના કોવિડ દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર નહીં કરવા સ્વયંસેવક ધર્મેશ સોલંકીએ ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...