તસ્કરી:ઉદ્યોગ અગ્રણીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોર ફરાર

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર GIDCમાં મોબાઇલ સ્નેચિંગના બનાવો વધ્યા

અનુસાર અંકલેશ્વર RP ઇન્ડસ્ટ્રીઝ કંપનીના માલિક ઈશ્વર માળી રાત્રી દરમ્યાન વોકિંગ માટે નીકળ્યા હતા. અંકલેશ્વર જીઆઇડીસીની નિયમ ચોકડી, ગાર્ડન સીટી જવાના રસ્તે કોઈ બે અજાણ્યા ઈસમો મોટરસાઇકલ પર આવી તેઓના હાથમાંથી આઈફોન મોબાઈલ ઝૂંટવી નાસી ગયા હતા. ઈશ્વર દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરીયાદ કરી છે.અંત્રે ઉલ્લેખનીય છે. કે તસ્કરો દ્વારા મોટર સાઇકલ પર આવી સવારે મોર્નીગ વોક કરવા નીકળતા રહીશો ને ટાર્ગેટ બનાવી તેમનો પીછો કરી સુમસામ જગ્યા મલાતજ મોબાઈલ અથવા ચેઇન સ્નેચીંગ કરી રહ્યા છે

વારંવાર જીઆઇડીસી વિસ્તાર માં બની રહેલા બનાવ ને લઇ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરી કેટલાક કિસ્સા માં પોલીસ ફરીયાદ કરવાનું ટાળતા હોવા ને લઇ તસ્કરો ને મોકલું મેદાન મળી રહ્યું છે. ત્યારે લોકો પણ આવી ઘટના માં પોલીસ ફરિયાદ કરતા અચકાઈ નહિ અને પોલીસ ને ફરિયાદ કરે અથવા તો આ અંગે જાણ કરે જે થી ચેઇન સ્નેચર કે મોબાઈલ તફરચી કરતા લોકો ને ઝડપી શકાય.

અન્ય સમાચારો પણ છે...