ભરૂચમાં જેમ મુખ્ય રસ્તાઓની સફાઇ કરવામાં આવી રહી છે તે જ પ્રમાણે અંકલેશ્વરમાં પણ જીઆઇડીસી અને શહેરી વિસ્તારની એક સમાન સફાઇ કરીને શહેરને સ્વચ્છ બનાવવામાં આવશે. અંકલેશ્વરમાં માય લીવેબલ અંકલેશ્વરનો સમાવેશ થયા બાદ હવે સફાઇને પ્રાધાન્ય આપી એકશન પ્લાન ઘડવામાં આવશે.
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરને રહેવાલાયક શહેર બનાવવાની પહેલનો શનિવારના રોજથી પ્રારંભ કરાયો છે. માય લીવેબલ અંકલેશ્વર હેઠળ સફાઇ સહિતના વિવિધ આયામોને પાર પાડવામાં આવશે. જિલ્લામાં આવેલી વિવિધ કંપનીઓ તરફથી સીએઆર પહેલ અંતર્ગત ફંડ માટે સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી. માય લિવેબલ અંકલેશ્વર હેઠળ બોરભાઠા, સુરવાડી, ગડખોલ, વગેરે જેવી ગ્રામપંચાયતનો પણ સમાવેશ કરાયો છે. શારદા ભવન ખાતે આયોજીત ઉદઘાટન સમારંભમાં ધારાસભ્ય ઇશ્વર પટેલ, કલેકટર તુષાર સુમેરા,પાલિકા પ્રમુખવિનય વસાવા, અંકલેશ્વર ઈન્ટ્રસ્ટીઝ એસોસિએશનના પ્રમુખ જશુભાઇ ચૌધરી તેમજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.