જાહેરનામું:ઉદ્યોગોના ટ્રાન્સપોર્ટ વાહનોની ગુગલ ડેટા શીટ એન્ટ્રી થશે

અંકલેશ્વર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું
  • માલવાહક વાહન ક્યાંથી ક્યાં જાય છે તેની તંત્રને ઓનલાઇન જાણકારી આપવી પડશે

ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં વાહનો અવરજવર કરતા માલવાહક વાહનો ની ગુગલ ડેટાશીટ એન્ટ્રી કરવી પડશે. જિલ્લા કલેક્ટર કચેરીએ જાહેરનામું બહાર પાડી સૂચના આપવામાં આવી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ એમ.ડી.મોડીયાએ 26 મીના વિશેષ જાહેરનામું બહાર પાડી જિલ્લાની તમામ ઔદ્યોગિક વસાહતમાં જાણ કરી હતી. જે આધારે હવે જિલ્લા ની તમામ ઔદ્યોગિક એકમોમાં આવતા માલવાહક વાહનોની ગુગલ મેપીંગ ડેટાશીટ એન્ટ્રી કરાવી પડશે.

જિલ્લામાં ટ્રક ચાલક કોવિદ-19 ના દર્દી આવ્યા બાદ તકેદારીના ભાગ રૂપે લેવાયો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. માલવાહક વાહન ક્યાંથી ક્યાં જાય તેની ઓનલાઇન જાણકારી ઉદ્યોગો એન્ટ્રી વડે આપવી પડશે. જેને લઇ ટ્રક ચાલાક સહીત વાહનો અવર જવર અને ઓનલાઇન ટ્રાવેલ હિસ્ટ્રી પર તંત્ર નજર રાખી શકશે આ અંગે તમામ ઔદ્યોગિક મંડળએ પોતાના વિસ્તાર ઔદ્યોગિક એકમો આ સૂચના સહીત જાહેરનામું મોકલી આપવામાં આવ્યું છે. અને તેમને ઓનલાઇન એન્ટ્રી કરવા સૂચના આપવામાં આવી છે.

નિયમિત પણે રોજે રોજ એન્ટ્રી કરવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા એ.આઈ.એ પ્રમુખ મહેશ પટેલએ જણાવ્યું હતું કે કોરોના  મહામારીની તકેદારીના ભાગ રૂપે વહીવટી તંત્રએ આ પગલું ભર્યું છે. જેને અનુલક્ષીને તમામ ઉદ્યોગોને જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...