તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:અંકલેશ્વર શહેરમાં શનિવારે 9 કલાકનો વીજ કાપ રહેશે

અંકલેશ્વર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિ મોન્સૂન કામગીરીને લઇ વીજ પુરવઠો બંધ રહેશે
  • GIDC ફીડર સવારે 7 થી બપોરે 4 વાગ્યા સુધી બંધ

અંકલેશ્વર શહેર માં શનિવાર ના રોજ સવારે 7 થી 4 વાગ્યા દરમિયાન વીજ કાપ રહેશે. 66 કેવી અને 22 કેડી ફીડર પર પ્રિ મોન્સૂન કામગીરી ને વીજ પુરવઠો બંધ રહેશે. આ ઉપરાંત 15મી જૂન ના રોજ જીઆઇડીસી 66 કેવી 1 ફીડર અને અને 19 મી જૂન ના રોજ 66 કેવી ફીડર જીઆઇડીસી માં સવારે 7 થી બપોરે 4 વાગ્યા સુધી બંધ રહેશે.

આગામી શનિવાર ના 12 મી જૂન ના રોજ અંકલેશ્વર 132 સબ સ્ટેશન અંદર આવતા 66 કેવી અને 22 કેવી ફીડર માં પ્રિ મોન્સૂન કામગીરી માટે સવારે 7 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી વીજ પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે. જે અંગે વીજ નિગમ દ્વારા જાહેર નોટિસ પાઠવી હતી આ ઉપરાંત અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પણ 15મી જૂન ના રોજ જીઆઇડીસી 66 કેવી 1 ફીડર અને અને 19 મી જૂન ના રોજ 66 કેવી ફીડર જીઆઇડીસી માં સવારે 7 થી બપોરે 4 વાગ્યા સુધી બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...